અમદાવાદની એક હોટેલમાં વેજિટેરિયન ઓર્ડરમાં નોન-વેજ પીરસાયું, યુવકે મચાવ્યો હોબાળો

અમદાવાદઃ અમદાવાદનીમાં આવેલી ધ પાર્ક રેસિડેન્સી (The Park Residency)માં એક યુવકે પનીર ચીલીનો ઓર્ડર આપ્યો હતો અને હોટેલ વાળાએ તેને ચિકન પીરસી દીધું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વસ્ત્રાપુરમાં આવેલી એક હોટેલમાંથી ગ્રાહકે પનીર ચીલી મગાવ્યું હતું અને પરંતુ ઓર્ડરમાં ચિકન ચીલી નીકળ્યું હોવાથી ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. વેજિટેરિયન (Vegetarian Order) પનીર ચીલીની જગ્યાએ નોનવેજ પીરસવામાં આવ્યું હોવાથી યુવકે ફૂડ વિભાગને જાણ કરી હતી. એએમસીના ફૂડ વિભાગને ફરિયાદ મળતા વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
થ્રી સ્ટાર ધ પાર્ક રેસિડેન્સી હોટલમાં બની ઘટના
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે યુવક થ્રી સ્ટાર ધ પાર્ક રેસિડેન્સી હોટેલ (Three Star The Park Residency Hotel)માં જમવા માટે ગયો હતો. અહીં વેજિટેરિયન પનીર ચીલીની જગ્યાએ નોનવેજ પીરસવામાં આવ્યું હોવાથી તેણે હોટેલમાં જ હોબાળો મચાવ્યો હતો. વેજ પની ચીલીનો ઓર્ડર આપ્યો હોવા છતાં ચિકન ચીલી પિરસાયું હોવાથી યુવકે રજૂઆત પણ કરી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા હાલ આ મામલે તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પરંતુ ફૂડ વિભાગે કાર્યવાહી કરતા હોટેલ વાળા પાસેથી 5000 રૂપિયાનો વહીવટી ચાર્જ પણ વસૂલ્યો હતો.
આ પણ વાંચો : યુનાઈટેડ વે ફરી વિવાદમાંઃ સિક્યુરિટી ગાર્ડ અને ખેલૈયા વચ્ચે ઝપાઝપી
આવી હોટેલો સામે સખત કાર્યવાહી માંગ
કોઈ પણ હોટેલમાં તમે જમવા માટે જાઓ અને વેજિટેરિયનનો ઓર્ડર આપવા છતાં તમને નોન-વેજ ખાવા માટે આપી દેવામાં આવે તો, સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવવાનો છે. આવી હોટેલો સામે સખત કાર્યવાહી પણ થવી જોઈએ એવી વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે. આજે ફરી એકવાર અમદાવાદમાં આવી ઘટના બની છે. વેજિટેરિયનને યુવકને હોટેલવાળાએ નોન-વેજ ખાવી માટે આપી દીધું હતું. જોકે, એએમસી દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે