અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક હળવો કરવા 'એલિવેટેડ કોરિડોર'ની તૈયારી: જાણો કારણો...
Top Newsઅમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક હળવો કરવા ‘એલિવેટેડ કોરિડોર’ની તૈયારી: જાણો કારણો…

2036 ઓલિમ્પિકની તૈયારીઓ વચ્ચે એરપોર્ટના પ્રવેશ-બહાર નીકળવાના માર્ગો અલગ કરાશે, ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાનો હેતુ

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીમાંનું એક માનવામાં આવે છે. જો તમે કોઈ દિવસ અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઈટ લેવા માટે ગયા હશો તો જાણ હશે કે, અહીં પ્રવેશ અને બહાર નીકળવા માટેનો રસ્તો કેટલો મુશ્કેલ છે, કારણ કે બંને માટે એક જ રસ્તો છે.

જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. હવે આના માટે કોઈ બીજો વિકલ્પ શોધવા માટે અધિકરીઓ પ્રયત્ન કરી રહ્યાં છે. અમદાવાદ એરપોર્ટમાં પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોને અલગ કરવા માટે ઘણા સુધારાઓ કરવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટ જવા નવો એલિવેટેડ કોરિડોર બનશે?

અત્યારે એરપોર્ટ ઓર્થોરિટી અને એએમસીના અધિકારીઓ આ બાબતે અત્યારે વિચારણા કરી રહ્યાં છે. આના માટે વિકલ્પો પણ છે. પહેલું તો જેમ દિલ્હીમાં સુવિધા છે તેમ અમદાવાદ એરપોર્ટ પર નવા એર્પોચ રોડ ખોલવામાં આવે એટલે કે એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવે.

બીજું કે, પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ અળગ માર્ગ બનાવવામાં આવે જેના કારણે અહીં આવતા મુસાફરોને ટર્મિનલ સુધી પહોંચવા માટે કોઈ ટ્રાફિક ના અને સમયનો બચાવ થઈ શકે. ખાસ કરીને શાહીબાગ-સદરબજારથી એરપોર્ટ સંકુલ સુધીમાં એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવે તેવો વિચાર છે. એક વિકલ્પ એ પણ છે કે, ઇન્ડિયા બ્રિજથી એરપોર્ટને જોડતો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવે.

ઓલિમ્પિકનું આયોજન કરવા માટે મોટી પિચની તૈયારીઓ શરૂ

હવે પ્રશ્ન એ થયા છે કે શું આ ખરેખર અત્યારની ટ્રાફિકની સમસ્યાના આધારે નિર્ણય લેવામાં આવી રહ્યો છે? આ વાત માત્ર વર્તમાન ટ્રાફિક માટે નથી. પરંતુ અમદાવાદમાં આગામી 2036માં ઓલિમ્પિકનું આયોજન થશે તેવી વિચારણા ચાલી રહી છે. જેના કારણે એરપોર્ટ પર ઘસારો વધારે રહેવાનો છે.

ઓલિમ્પિકનું આયોજન કરવા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં મોટી પિચની તૈયારીઓ ચાલી રહી છે. એટલું જ નહીં પરંતુ કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ જેવી ઇવેન્ટ્સ અત્યારે અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે.

એરપોર્ટ માટે કોરિડોર બને તો ટ્રાફિકની સમસ્યા ઉકેલાય

જો અમદાવાદમાં ઓલિમ્પિકનું આયોજન થાય છે તો એરપોર્ટ સુધી પહોંચવા માટે એક કોરિડોર હોવો ખૂબ જ જરૂરી છે. જેના કારણે શહેરના બીજા લોકોને કોઈ અડચણ ના થાય અને ઓલિમ્પિકમાં ભાગ લેવા કે જોવા માટે આવેલા લોકો પણ સરળતાથી ટ્રાફિકમાં ફસાયા સિવાય સમયસર એરપોર્ટ સુધી પહોંચી શકે. મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ આશરે 650 એકર જમીન માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ માટે માસ્ટર પ્લાન તૈયાર છે અને કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

SVP સ્પોર્ટસ એન્ક્લેવ મુખ્ય કેન્દ્ર બનશે અમદાવાદ

રાજ્ય સરકાર, AMC અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (Auda) સ્પોર્ટ્સ એન્ક્લેવ માટે જમીન સંપાદન અને મંજૂરી પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છે. રાજ્ય સરકારે રૂપિયા 5,050 કરોડના ખર્ચે તેને બે પેકેજમાં વિકસાવવાની યોજના બનાવી છે. 2025ના અંત સુધીમાં ટેન્ડર પણ જારી કરી દેવામાં આવી શકે છે.

2028માં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું રાજ્ય સરકારએ આયોજન કર્યું છે. મહત્વની વાત એ પણ છે કે, રિવરફ્રન્ટ પર જે નવો બેરેજ-કમ બ્રિજ પણ તૈયાર થઈ ગયો છે ત્યાર બાદ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પણ તૈયાર થશે તેના કારણે એરપોર્ટ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધવાની છે. તો પાણી પહેલા પાળ બાંધવી ખૂબ જરૂરૂ છે. જેના માટે અલગ પ્રવેશ અને બહાર નીકળવા માટે એલિવેટેડ કોરિડોર બનાવવા હિતાવહ રહેશે.

આ પણ વાંચો…અમદાવાદ એરપોર્ટ પર અત્યાધુનિક ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો શુભારંભ, રાજ્યના નિકાસ લોજિસ્ટિક્સને મળશે વેગ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button