ઓનલાઈન લાંચ લેવી મોંઘી પડી: અમદાવાદ RTOના ક્લાર્ક 800 રુપિયાની લાંચ લેતા ઝડપાયા | મુંબઈ સમાચાર
અમદાવાદ

ઓનલાઈન લાંચ લેવી મોંઘી પડી: અમદાવાદ RTOના ક્લાર્ક 800 રુપિયાની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદઃ અમદાવાદની સુભાષબ્રિજ સ્થિત આરટીઓ કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એક સફળ ટ્રેપ હાથ ધરીને જુનિયર કલાર્ક સ્વાતિબેન રમેશભાઈ રાઠોડને લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યાં છે. 39 વર્ષીય મહિલા કર્મચારી વર્ગ-3માં ફરજ બજાવી રહ્યા હતી અને તેઓએ ઓનલાઈન લાંચ માગી હોવાનું બહાર આવતા કાર્યવાહી કરવામાં આવી છે.

ફરિયાદીએ લાંચ આપવા ઈનકાર કરીને એસીબીને જાણ કરી

મોટર ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવતા ફરિયાદીના બે અસીલોને ડુપ્લીકેટ આરસીબુક મેળવવાની પ્રક્રિયામાં સ્વાતિબેન રાઠોડે વેરીફિકેશન અને એપ્રુવલના બહાને 800 રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.

ફી તરીકે 700 રૂપિયા ચુકવ્યા હોવા છતાં, આરોપીએ પોતાનો ક્યુઆર કોડ વોટ્સએપ દ્વારા મોકલીને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા લાંચ આપવાનું જણાવ્યું છે. ફરિયાદીએ લાંચ આપવા ઈનકાર કરીને એસીબીને જાણ કરતાં ટ્રેપ ગોઠવવામાં આવી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આપણ વાંચો: મ્હાડાનો એક્ઝિક્યુટિવ એન્જિનિયર 40 હજારની લાંચ લેતાં પકડાયો

ઓનલાઈન 800 રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપાયા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, એસીબીની ટીમે ટ્રેપ દરમિયાન સ્વાતિબેન રાઠોડને ફરિયાદી પાસેથી ડિજિટલ ક્યુઆર કોડ વડે 800 રૂપિયાની લાંચ સ્વીકારતા પકડી પાડવામાં આવ્યાં છે. તેઓએ લાંચની રકમ પોતાના ખાતામાં જમા થઈ હોવાનું સ્વીકાર્યું હતું. એસીબી દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે એસીબીએ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી પણ શેર કરી હતી. આ સાથે કોઈ પણ વ્યક્તિ કે અધિકારી લાંચ માંગે તો ફરિયાદ કરવા માટે અપીલ કરી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button