
અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક શાળાના ધોરણ 10મા ભણતી વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વિદ્યાર્થિનીનું આજે સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સોમ-લલિત શાળામાં રિસેષ દરમિયાન આ વિદ્યાર્થિની લોબીમાં ચાલતી હોય છે અને અચાનક ચોથા માળેથી નીચે કૂદીને પડી હતી. જેથી તેને વિદ્યાર્થિનીને ગંભીર ઈજાઓ થઈ હોવાથી સત્વરે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે.

રિસેષ દરમિયાન ચોથા માળેથી છલાંગ લગાવી હતી
દીકરીનું મોત થતા પરિવારમાં અત્યારે ભારે શોકની લાગણીઓ છવાઈ છે. આ દીકરી નવરંગપુરાની સોમલલિત સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ગઈ કાલે બપોરે રિસેષ દરમિયાન ચોથા માળેથી છલાંગ લગાવી હતી. તે છેલ્લા પાંચ વર્ષથી સોમલલિત સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ગુરુવારે બપોરે સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવી હતી. તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલત વધારે ગંભીર હોવાથી આઈસીયુમાં પણ રાખવામાં હતી.
આપણ વાંચો: કચ્છમાં એક જ દિવસમાં આપઘાતના વિવિધ બનાવોમાં ત્રણના મોત!
10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની શું પરેશાની હશે?
આખરે આ વિદ્યાર્થિનીએ શા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો? 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની શું પરેશાની હશે? ક્યાં કારણોસર આત્મઘાતી પગલુ ભર્યું? આવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યાં છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ અત્યારે તેની મિત્રોની પૂછપરછ કરી રહી છે અને સાથે તે વિદ્યાર્થિની સોશિલય મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે ત્યારે સમગ્ર ઘટનાની હકીકત જાણી શકાશે.