સોલા પોલીસની મોટી કાર્યવાહી, ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ | મુંબઈ સમાચાર
અમદાવાદ

સોલા પોલીસની મોટી કાર્યવાહી, ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આવા વિદેશી નાગરિકોને શોધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અમદાવાદ, સુરત સહિત અનેક શહેરમાં દરોડા પાડીને શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. આજે 30 ઓક્ટોબરના રોજ અમદાવાદ શહેરની સોલા પોલીસ દ્વારા સોલા વિસ્તારમાંથી ગેરકાયદે વસવાટ કરતા કુલ 17 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે.

દસ્તા વેજો અથવા મંજૂરી વિના ભારતમાં ઘૂસી આવ્યા

આ તમામ વિદેશી નાગરિકો કોઈપણ પ્રકારના કાયદેસર દસ્તાવેજો અથવા મંજૂરી વિના ભારતમાં ઘૂસી આવ્યા હતા. જેથી પોલીસે દેશની સુરક્ષા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક વલણ અપનાવ્યું હતું. વધારે વિગતે વાત કરવામાં આવે તો, સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની અટકાયત કરી છે. બાતમીના આધારે પોલીસ દ્વારા તમામ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માીહિતી પ્રમાણે આ 17 લોકોમાં મોટાભાગે મહિલાઓ છે.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગુનેગાર લખવિંદરની અમેરિકાથી ધરપકડ, ભારત લવાયો

બાંગ્લાદેશીઓ સાથે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ તમામ ધૂસણખોર બાંગ્લાદેશીઓ સાથે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ કર્યાં બાદ તેમને સરદારનગર જેએપસી સેન્ટર ખાતે મોકલવામાં આવશે. આ કેન્દ્રમાં તેમની આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડી પાડવાની આ ઝુંબેશથી અન્ય ગેરકાયદેસર વસાહતીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: લખનઉમાં એક વિદ્યાર્થિની બની સામૂહિક દુષ્કર્મનો શિકાર, બે જણની ધરપકડ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button