અમદાવાદ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા: આરોપીની દોસ્ત સાથેની ચેટનો સ્ક્રીનશોટ વાયરલ | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા: આરોપીની દોસ્ત સાથેની ચેટનો સ્ક્રીનશોટ વાયરલ

અમદાવાદઃ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળામાં એક વિદ્યાર્થીની હત્યા થઈ હતી. આ સમગ્ર ઘટના મામલે વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યાં છે.

અટલું જ નહીં પરંતુ લોકોએ રસ્તો પણ બંધ કરી દીધો છે. મહત્વની વાત એ છે કે, અત્યારે આરોપી છોકરાની ઈન્ટાગ્રામ ચેટ વાયરલ થઈ રહી છે, જેમાં આરોપી પોતાના મિત્ર સાથે આ સમગ્ર ઘટનાની કબૂલાત કરતો પણ જણાઈ રહ્યો છે. આ સ્ક્રીનશોર્ટ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે અને તેની ચર્ચાઓ પણ થઈ રહી છે.

આપણ વાંચો: પંજાબના ફગવાડામાં વિદેશી વિદ્યાર્થીની હત્યા, 6-7 લોકોએ કર્યો હતો હુમલો

દસમાના વિદ્યાર્થીની કરી હિંસક હત્યા

સેવન્થ ડે શાળામાં આઠમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ તેના સાથે મિત્રો સથે મળીને ધોરણના 10 વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના બુધવારે બપોરે ઘટી હતી. વિદ્યાર્થીની હત્યા કરીને આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. હત્યા બાદ શાળામાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.

વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે જ વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. અત્યારે આ સમગ્ર ઘટનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

આપણ વાંચો: નવી મુંબઈમાં નર્સિંગ કૉલેજના વિદ્યાર્થીની આત્મહત્યા: મહિલા પ્રિન્સિપાલ સામે ગુનો

સ્કૂલ-કોલેજ અને દુકાનો બંધનું આહ્વાન

મહત્વની વાત એ છે કે, મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા માટે શાળા બહાર આવી રહ્યાં છે. જેથી મેનેજમેન્ટ દ્વારા આજે શાળામાં રજા આપી દેવામાં આવી છે. આજે સવારથી જ હજારોની સંખ્યામાં વાલીઓ અને સાથે સાથે અનેક સંસ્થાઓના લોકો પણ શાળાએ પહોંચ્યાં અને વિરોધ શરૂ કર્યો છે.

શાળામાં તોડફોડ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ વેપારી એસોસિયેશન, વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે મણિનગર, કાંકરિયા તેમ જ ઇસનપુરની તમામ શાળાઓ અને દુકાનો પણ બંધ રાખવાનું એલાન કર્યું હતું.

500થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ

આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સેવન્થ ડે શાળામાં વિદ્યાર્થીની હત્યા થઈ તેના વિરોધમાં અનેક લોકોએ શાળાના સ્ટાફ અને શિક્ષકો સાથે મારામારી કરીને તોડફોડ પણ કરી હતી. જેથી 500થી વધુ લોકોના ટોળા સામે ખોખરા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

એવું જાણવા મળ્યું છે કે, સ્કૂલના એડમિન મયુરિકા પટેલે આ ફરિયાદ નોંધાવી છે. તોડફોડ દરમિયાન શાળાને 15 લાખનું નુકસાન થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે રાયટિંગ, મારામારી, અને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોવાની કલમ સાથે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button