સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદે ઊભી કરાઈ હોવાનો તપાસમાં ઘટસ્ફોટ, સત્તાધિશો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ

અમદાવાદઃ અમદાવાદમાં 19 ઓગસ્ટે ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી હતી.
આ ઘટના રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ ઘટના બાદ સ્કૂલને લઈ ડીઇઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, સ્કૂલ ગેરકાયદે ઉભી કરવામાં આવી છે. જેથી હવે આ સ્કૂલને સરકાર હસ્તક લઈ લેવા માટે શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાચો: બંધૂકના જોરે અપહરણ, વીડિયો કોલ પર હત્યાનો આદેશ! AAP ધારાસભ્ય અને પરિવાર વિરુદ્ધ FIR
શું હવે સરકાર આ સ્કૂલને પોતાના હસ્તક લેશે?
આ શાળામાં કુલ 10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેથી તેમના ભવિષ્યને ધ્યાને રાખતા આગામી દિવસોમાં સરકાર આ સ્કૂલને પોતાના હસ્તક લેશે તેવું લાગી રહ્યું છે. આ સાથે સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ડીએઓએ જણાવ્યું છે.
આ શાળાના સંચાલકોએ માત્ર રૂપિયા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે છેતરપિંડી કરી હોવાથી તેમના સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણીઓ પણ કરવામાં આવી છે. શાળાના સંચાલકોએ અનેક પ્રકારે નિયમોનું ઉલ્લંખન કર્યું હોવાનું પણ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે.
આપણ વાચો: સિનિયર સિટીઝનની હત્યા પ્રકરણે પત્ની બે સાવકા પુત્રની ધરપકડ
ડોનેશન અને વધુ ફી ઉઘરાવાતી હોવાનો પણ ઘટસ્ફોટ
વિદ્યાર્થીની હત્યા બાદ થોડા સમય બાદ ઓનલાઈન ક્લાસ શરૂ થયા હતા. આ મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાને રાખતા ગુજરાત હાઈકોર્ટે ઓફલાઈન ક્લાસ શરૂ કરવાનો આદેશ કર્યો અને સ્કૂલ ઓફલાઈન શરૂ કરવામાં આવી હતી.
પરંતુ જ્યારે સ્કૂલની માન્યતા અને મંજૂરી અંગે તપાસ કરવામાં આવી ત્યારે અનેક ખામીઓ સામે આવી હતી. એડમિશન માટે વાલીઓ પાસે સ્કૂલના સત્તાધીશો દ્વારા ડોનેશન અને વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. આ સિવાય સ્કૂલ વિરૂદ્ધ અન્ય ઘણા બધા પુરાવા મળ્યા હોવાથી આગામી દિવસોમાં સ્કૂલના સત્તાધિશો વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી શક્યતા છે.



