અમદાવાદ

અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં મોટો ફેરફાર: એકસાથે 19 PI અને 41 PSIની બદલીના આદેશ

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં ખળળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસ વડા અચાનક 19 ઈન્સ્પેક્ટરની બદલીના આદેશ આપ્યાં છે. આંતરીક બદલીમાં બોપલ, સાણંદ, અસલાલી, ચાંગોદર, કેરાળા GIDC, સાણંદ GIDC, ધંધુકા, બાવળા, વિરમગામ રુરલ, ધોળકા ટાઉન, નળ સરોવર, કણભા, હાંસલપુર, ધોળકા રૂરલ, સહિતના પોલીસ સ્ટેશનના PIની બદલી કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અનેક ફરિયાદોના અંતે SPએ 19 PI અને 41 PSIનો આંતરિક બદલીનો ઓર્ડર આપ્યો છે. નળ સરોવરના પોલીસ ઈન્સપેક્ટરનું મહિલા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

કોની બદલી ક્યા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી?

વિગતે જોવા જઈએ તો એન એમ સવસેટાની અસલાલી પોલીસ સ્ટેશનથી ચાંદોગર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છેય બોપલ પોલીસ સ્ટેશનનના પીઆઈ બીટી ગોહીલની સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ છે. આ સાથે એપી ચૌધરીની અસલાલી પોલીસ સ્ટેશન ખાતે, બીસી સોલંકની ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે, આરડી ગોજીયાની બાવળા પોલીસ સ્ટેશન એમ કુલ 19 પીઆઈની બદલીના એસપી દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે.

મળતી જાણકારી પ્રમાણે વીબી વસાવાને પોતાના કામગીરી સાથે એ.એચ.ટીયુ શાખાનો વધારાનો ચાર્જ સંભાળવાનો રહેશે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય ફેરબદલ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : સુરત પોલીસમાં બદલીનો દોર; 12 પીઆઈની આંતરિક બદલી…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button