અમદાવાદ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકીઃ કોર્ટની કામગીરી સ્થગિત…

અમદાવાદ: અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળ્યું છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ કોર્ટના આઈડી પર મેલ કરીને કોર્ટને ઉડાવવાની ધમકી આપી છે. બોમ્બની ધમકી મળતા કોર્ટની કામગીરી સ્થગિત કરાઈ અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. નવરંગપુરા પોલીસે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે કોર્ટમાં તપાસ શરૂ કરી દીધી છે. બોમ્બની ધમકી મળતા જો પોલીસને જાણ કરી દેવામાં આવી હતી, જેના કારણે અત્યારે પોલીસે કોર્ટ પરિસરમાં પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.

બોમ્બની ધમકી મળતા કોર્ટ સંકુલને સીલ કરી દેવામાં આવ્યું

બોમ્બની ધમકી મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ અને કોઈ અઘટિત ઘટના ના બને તે માટે કોર્ટ સંકુલને આખું ખાલી કરાવી દીધું હતું. આ ઇ-મેઈલ કોના દ્વારા આવ્યો અને કઈ જગ્યાએથી આવ્યો તેની અત્યારે તપાસ ચાલી રહી છે. પોલીસની સાયબર ટીમ આ કામે લાગી ગઈ છે. અત્યારે સુધીમાં કોઈ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ પોલીસ દ્વારા હજી તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ 8 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

અમદાવાદમાં બોમ્બની ધમકી આપવાની ઘટનાઓ વધી રહી છે, જો કે, દરેક કેસમાં ધમકી ફેક હોવાનું પુરવાર થયું હતું. આ પહેલા 17 ડિસેમ્બરે અમદાવાદ શહેરની એક, બે નહીં પરંતુ 8 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બોમ્બની ધમકી મળતા શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી ત્યારે કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું. જેથી ધમકી ફેક હોવાનું સાબિત થયું હતું. આજે ફરી એક ધમકીનો મેઈલ આવ્યો છે. જો કે, પોલીસે ઘટનાને ગંભીરતાથી લેતા તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો…અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ફોનથી પોલીસ દોડતી થઈ: આરોપી યુવકની ધરપકડ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button