અમદાવાદ

અમદાવાદ રેલવે સ્ટેશન પર મહિલા પોલીસકર્મીની સમયસૂચકતાથી મુસાફરનો જીવ બચ્યો, જુઓ વીડિયો

પોલીસની મદદથી ચોરાયેલો iPhone પ્રવાસીને પરત અપાવ્યો અને સગીરાનું રેસ્ક્યુ કર્યું

અમદાવાદઃ અમદાવાદ રેલવે સ્ટેશન પર પોલીસે મહિલા યાત્રીનો જીવ બચાવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. મહિલા હેડ કૉન્સ્ટેબલે ના પાડી હોવા છતાં પણ તે મહિલાએ ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કર્યો હતો. ટ્રેન ચાલતી હોવાના કારણે મહિલા યાત્રીનો પગ લપસી ગયો હતો. જોકે, કૉન્સ્ટેબલએ તત્પરતા બતાવતાં મહિલાને બચાવી લીધી હતી. જેનો વીડિયો અત્યારે વાયરલ થયો છે.

મહિલાએ બેકાળજીપૂર્વક ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કર્યો

અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ડ્યૂટી પર ઉપસ્થિત મહિલા હેડ કૉન્સ્ટેબલ જાગૃતિ ચૌધરી દ્વારા સમય લગભગ 09:40 કલાકે પ્લેટફોર્મની વચ્ચે રાઉન્ડ દરમિયાન એક મહિલા યાત્રીને ચાલતી ગાડીમાં ચઢવાથી મનાઈ કરવામાં આવી હતી. તેમ છતાં મહિલા દ્વારા બેદરકારીપૂર્વક ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેનાથી તેમનું બેલેન્સ બગડી ગયું અને તેણી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પડવા લાગી હતી. જો કે, કૉન્સ્ટેબલ જાગૃતિ ચૌધરીએ તત્પરતા બતાવતાં મહિલા યાત્રીને પકડીને તરત જ ટ્રેનથી દૂર ખેંચી લીધી, જેનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ અને મહિલાનો જીવ બચી ગયો હતો.

ચોરાયેલ કિમતી મોબાઈલ અને પર્સ સફળતાપૂર્વક જપ્ત

અમદાવાદ રેલવે સ્ટેશન પર તારીખ 05 જાન્યુઆરીએ સવાલે 09:07 કલાકે, કન્ટ્રોલ રૂમ મારફતે ગાડી નંબર 22738 સિકંદરાબાદ એક્સપ્રેસ, કોચ S-3, સીટ નંબર 47 માં યાત્રા કરી રહેલી મહિલા યાત્રી રિતી કુમારી દ્વારા રેલ મદદ મારફતે સૂચના આપવામાં આવી કે અમદાવાદ સ્ટેશન પર આગમન વખતે ઊંઘમાંથી જાગવા પર તેમનું પિંક કલરનું પર્સ, જેમાં એક iPhone મોબાઈલ (અંદાજિત કિંમત 90,000) અને રૂપિયા 500/- રોકડા હતા, ચોરાઈ ગયું છે. CPDS ઈન્ચાર્જ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર માન સિંહે તત્પરતા બતાવતાં ફરિયાદીના પતિનો સંપર્ક કરીને મોબાઈલનો નંબર અને IMEI ID મેળવીને મોબાઈલનું લોકેશન જોયું તે તો પાલનપુર સ્ટેશનની પાસે હોવાનું જાણવા મળ્યું. જેથી આ બાબતે અમદાવાદ અને સંબંધિત ઈન્સપેક્ટરો સાથે શેર કરવામાં આવી અને મોબાઈલ શોધી કાઢવામાં આવ્યો અને ફરિયાદીને પાછો આપવામાં આવ્યો હતો.

યુવતીને સુરક્ષિત પરિવારજનો સુધી પહોચાડી

આમાં ઘટના એવી છે કે 07 જાન્યુઆરીએ એક યુવતી ખોટી ટ્રેન પકડીને અમદાવાદ આવી પહોંચ્યી હતી. આ દરમિયાન યુવતી મહિલા કૉન્સ્ટેબલ જાગૃતિ ચૌધરી પાસે ગઈ અને મદદ માંગી હતી. તે યુવતીએ પોતાનું નામ રોસ રવિના (રહેવાસી ગામ મિરલ, જિલ્લો ગુમલા, ઝારખંડ) જણાવ્યું હતું. ડેપ્યુટી ઈન્સપેક્ટર બીજેન્દ્ર સિંહ અને સ્ટાફ દ્વારા યુવતીને 1098 ચાઈલ્ડ હેલ્પ લાઈન પ્રોજક્ટેના કોઑર્ડિનેટર પાસે લઈ જવામાં આવી, જ્યાં તેના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે તેનો ભાઈ ગૌતમ તેને લેવા અમદાવાદ આવી રહ્યો છે. જરૂરી કાગળોની કાર્યવાહી પૂર્ણ કરીને યુવતીને સુરક્ષિતરૂપે ચાઈલ્ડ હેલ્પ લાઈનને સુપરત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સગીર છોકરીના અપહરણનો મામલો ઉકેલ્યો

7 જાન્યુઆરીએ ડિવિઝનલ સિક્યોરિટી કન્ટ્રોલ રૂમને સૂચના મળે છે કે, એક 17 વર્ષની સગીરાને લલચાવીને અપહરણ કરવામાં આવ્યું છે. જે ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસમાં યાત્રા કરી રહી છે. આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી અને દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન આવી ત્યારે તેની તપાસ કરવામાં આવી અને એક શંકાસ્પદ છોકરા-છોકરીને રોક્યાં અને તેમને મળેલા ફોટા સાથે સરખાવવામાં આવ્યાં હતા. પૂછપરછ દરમિયાન વિગતો શંકાસ્પદ લાગતા બંનેને ડિટેન કરવામાં આવ્યાં હતાં. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવામાં આવી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…અમદાવાદ રેલવે સ્ટેશનનો ભાર ઘટશે, વટવામાં બનશે મેગા કોચિંગ ટર્મિનલ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button