અમદાવાદના રાણીપમાં રિક્ષા આંતરીને 14 લાખની લૂંટ, પોલીસે શોધખોળ શરૂ કરી

અમદાવાદ : અમદાવાદમાં પોલીસ કમિશ્નરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસને પેટ્રોલિંગ વધારવા તાકીદ કરી છે. જોકે, આ દરમિયાન આજે અમદાવાદના રાણીપમાં વહેલી સવારે લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની માહિતી મુજબ વહેલી સવારે રિક્ષામા પર્સ સાથે જઇ રહેલા એક શખ્સને એક્ટિવા પર આવેલા બે શખ્સોએ રિક્ષા આંતરીને લુંટી લીધો હતો. જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર એડ્રેસ પૂછવાના બહાને રિક્ષા રોકાવી અને ખોળામાં રહેલ પર્સ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ પર્સમાં રોકડ અને સોના-ચાંદીના દાગીના હતા.
પર્સ ઝૂટવી લીધું હતું.
આ અંગે રાણીપ પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી કાલુપુરથી રિક્ષામાં બેસીને ચીમનભાઈ બ્રિજ પરથી સવારે પાંચ વાગ્યાના આસપાસ પસાર થઇ રહ્યા હતા. ત્યારે બ્રિજની મધ્યમા એક્ટીવા પર આવેલા બે વ્યક્તિઓ રિક્ષા આંતરીને સરનામુ પૂછ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિએ રિક્ષામા બેઠેલા વ્યક્તિના ખોળામાં રહેલી પર્સ ઝૂટવી લીધું હતું. તેની બાદ બંને ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદની VS હોસ્પિટલની મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીએ જીવનલીલા સંકેલી, હોસ્ટેલ રૂમમાં ગળેફાંસો ખાધો
ચીમનભાઈ બ્રિજ ઉતરી સાબરમતી તરફ ભાગી ગયા
આ પર્સમાં સોના-ચાંદીના અલગ અલગ દાગીના 154 ગ્રામ વજનના કિંમત રૂપિયા 13,03,800 તથા રોકડા રૂપિયા15,000 તથા વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000 તથા જુની-નવી ઘડીયાળ નંગ 03 કિમત રૂપિયા 18,046 મળી કુલ કિંમત રૂપિયા 13,56,546 વાળુ પર્સ ખેંચી ઝુટવી લીધું હતું. તેની બાદ એક્ટીવા પુરઝડપે ચીમનભાઈ બ્રિજ ઉતરી સાબરમતી તરફ ભાગી ગયા હતા. જે અંગે પોલીસે બી.એન.એસ. કલમ 304(2),54 મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.