
અમદાવાદ: ‘સૈયારા’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને જોઈને આવનાર યુવક-યુવતિઓના ઘણા હાસ્યાસ્પદ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ ફિલ્મના વીડિયોનો ઉપયોગ કરીને લોકોનો હેલ્મેટ પહેરવાનો સંદેશ આપ્યો છે.
‘સૈયારા’ ફિલ્મથી હેલ્મેટ પહેરવાનો સંદેશ
અમદાવાદ ટ્રાફિક પોલીસે પોતાના એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ‘અભી ભી કૂછ પલ બાકી હે મેરે પાસ’ વાળો સીન દર્શાવાયો છે. વીડિયોની શરૂઆતમાં બાઈક લઈને આવેલો હીરો-હીરોઈનનો હાથ પકડીને કહે છે કે, અભી ભી કૂછ પલ બાકી હે મેરે પાસ. વીડિયો થોડી વાર માટે અટકી જાય છે.
વીડિયોના બેકગ્રાઉન્ડમાં લોકોને સંદેશ આપતા લખવામાં આવ્યું છે કે, જ્યારે સૈયારા હેલ્મેટ પહેર્યા વગર આવવાનું કહે ત્યારે…ત્યારબાદ બંનેના હાથમાં હેલ્મેટ દર્શાવવામાં આવે છે અને બેકગ્રાઉન્ડમાં લખાય છે કે, હેલ્મેટ જરૂર પહેરો અને સૈયારાને પણ પહેરાવો. વીડિયોના અંતે સંદેશ લખાય છે કે,
આપણ વાંચો: રાજકોટવાસીએ હેલ્મેટ કાઢી રાખજો, આ તારીખથી શરૂ થશે મેગા ડ્રાઈવ…
એકલા હો કે સૈયારા સાથે હેલ્મેટ જરૂર પહેરજો.
નવા કલાકારોની ફિલ્મને યુવાપેઢીએ પસંદ કરી
અમદાવાદ ટ્રાફિક પોલીસના સંદેશનો લોકો પસંદ કરી રહ્યા છે. જોકે, સૈયારા ફિલ્મમાં અભિનેતા અહાન પાંડે અને અનીત પડ્ડાએ પોતાના અભિનયનો જાદુ બતાવ્યો છે. મોહિત સૂરીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ પ્રેમમાં ત્યાગની ભાવનાનો સંદેશ આપે છે. આ ફિલ્મે એક અઠવાડિયામાં 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.