‘રાતની પાર્ટીમાં જવાનું નહીં, રેપ-ગેંગ રેપ થઈ શકે’, અમદાવાદ પોલીસે લગાવ્યાં આવાં પોસ્ટર ?

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મહિલાઓ મોડી રાત્રે પણ એકલા ફરી શકે એટલી સુરક્ષા અમદાવાદ પોલીસ દ્વારા આપવામાં આવે છે. મહિલાઓ માટે આ શહેર સુરક્ષિત હોવાનું કહેવાય છે. જો કોઈ મહિલા સાથે છેડતી જેવો બનાવ બને તો અમદાવાદ પોલીસ દ્વારા સત્વરે કાર્યવાહી કરીને આરોપીને જેલ ભેગો કરી દેવામાં આવે છે. પણ પ્રશ્ન એ છે કે, થોડા દિવસથી અમદાવાદ શહેરમાં મહિલા સુરક્ષા અંગે કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં. આ પોસ્ટરોમાં અમદાવાદ પોલીસને લોગો પણ લાગેલો હતો. જેથી અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલ થાય તે સ્વાભાવિક છે. જેથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ખુલાસો કર્યો છે.
અમદાવાદ શહેરમાં ઠેર ઠેર લાગ્યા વિવાદિત પોસ્ટરો
પોસ્ટરોની વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરમાં ઠેર ઠેર લાગેલા પોસ્ટરોમાં કેટલાક સુત્રો લખવામાં આવ્યાં હતાં. જેમાં ‘રાતની પાર્ટીઓમાં જવાનું નહિં…રેપ-ગેંગરેપ થઈ શકે છે’ અને ‘અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં… રેપ-ગેંગરેપ થઈ જાઈ તો…?’ જેવા સૂત્રો લખવામાં આવ્યાં હતા. આ પોસ્ટરો એવું કહેવા માંગે છે અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત નથી! પરંતુ વાસ્તવમાં આવું છે નહીં. અમદાવાદમાં મહિલાઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તેવું અમદાવાદ પોલીસે જણાવ્યું છે.
પોસ્ટરો માટે સતર્કતા ગૃપે કોની પરવાનગી લીધી હતી?
અમદાવાદ શહેરમાં કેટલાંક જાહેર સ્થળ પર સતર્કતા ગૃપ દ્વારા ટ્રાફિક અવરનેશ અંગે લોકજાગૃતિ બાબતે આવા પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં. પરંતુ આ પોસ્ટરોમાં ટ્રાફિક અવરનેશ નહીં પરંતુ વિવાદીત લખાણ લખવામાં આવ્યાં હતાં. પ્રશ્ન એ થાય છે શું સતર્કતા ગૃપને આવા લખાણો લખવા માટે પોલીસે પરવાનગી આપી હશે?
વિવાદિત પોસ્ટરો મામલે પોલીસે શું જણાવ્યું?
આ પોસ્ટરો મામલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને સતર્કતા ગૃપ દ્વારા કોઈ જાણ કરવામા નથી તેવું અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે જણાવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ મામલે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં મહિલાઓ સંપૂર્ણરીતે સુરક્ષિત છે. જેથી આ પોસ્ટરો અમદાવાદ શહેરમાં મહિલા સુરક્ષાથી એકદમ વિપરિત છે. જેથી આ બાબતે સતર્કતા ગૃપની તપાસ કરવામાં આવશે અને આવા લખાણો લખવા માટે કોણે કહ્યું? શા માટે કહ્ય? તેની પણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો…અમદાવાદ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવમાં 39 બાળકને બચાવ્યાં