અમદાવાદ

Ahmedabad પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો એનઆરઆઇની હત્યાનો ભેદ, આરોપીઓની ધરપકડ

અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં(Ahmedabad)75 વર્ષના એનઆરઆઇની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે. જેમાં મળતી માહિતી મુજબ કેનેડામાં સ્થાયી થયેલા અને મૂળ કરમસદના રહેવાસી કનૈયાલાલ ભાવસાર પત્ની સાથે થોડા દિવસમાં માટે ગુજરાત આવ્યા હતા.

જેમાં તેવો અમદાવાદમાં આવ્યા ત્યારે ઘરે એકલા હતા તેમની પત્ની કરમસદ ગયા હતા. પરંતુ જ્યારે 13 જાન્યુઆરીના પતિએ ફોન નહિ ઉપાડતા પત્ની વર્ષાબહેને પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.

કનૈયાલાલ ભાવસારની હત્યા ગળું દબાવીને કરવામાં આવી

આપણ વાંચો: મહિલાની હત્યા બાદ તેના મૃતદેહને સળગાવી દેનારા ચાર જણને આજીવન કારાવાસ

જોકે, આ ફરિયાદ બાદ પોલીસ કનૈયાલાલ ભાવસારના નિવાસ સ્થાને પહોંચી હતી. જયા તેમણે એનઆરઆઇ મૃત હાલતમાં નજરે પડયા હતા. જેની બાદ પોલીસે લાશનો કબજો લઇને તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો.

તેમજ આ એનઆરઆઇની હત્યા કોણે કરી તે અંગે તપાસ પણ હાથ ધરી હતી. પોલીસ પાસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવતા જ એ બાબતનો ખુલાસો થયો હતો કે કનૈયાલાલ ભાવસારની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી.

બપોરે ત્રણ વાગેની આસપાસ નીલોફર નામની મહિલા આવી હતી

જેની બાદ પોલીસ માટે આ હત્યાનો ભેદ ઉકેલવો એક પડકાર બની ગયો હતો. પોલીસે આ હત્યાની તપાસ માટે ફ્લેટના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બપોરે ત્રણ વાગેની આસપાસ નીલોફર નામની મહિલા તેમના ઘરે આવી હતી.

આપણ વાંચો: સરપંચની હત્યા સંબંધિત વિરોધને લઈને બીડમાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા

વૃદ્ધાના ઘરે આવેલી મહિલા નીલોફર અને તેના પતિની ધરપકડ

આ માહિતી મળતા જ પોલીસે તપાસ તેજ કરી હતી. તેમજ મોડી રાત સુધી વૃદ્ધાના ઘરે આવેલી મહિલા નીલોફર અને તેના પતિની ધરપકડ કરવામાં આવી. આ બંને મુંબઈ ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતા.

ઝોન-1 ડીસીપી બલરામ મીણાએ જણાવ્યું કે નીલોફર મુંબઈના એક ડાન્સ બારમાં કામ કરતી હતી. ત્યાં ડાન્સ બાર બંધ થયા પછી તે અમદાવાદ આવી અને અહીં એક સ્પામાં કામ કરતી હતી.

નીલોફરને માલિશ માટે પોતાના ઘરે બોલાવતો

આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે કનૈયાલાલ જ્યારે પણ કેનેડાથી અમદાવાદ આવતા ત્યારે તે તેના સ્પામાં જતા અને મસાજ કરાવતા. ઘણી વાર તે નીલોફરને માલિશ માટે પોતાના ઘરે બોલાવતો.

આપણ વાંચો: ગર્લફ્રેન્ડને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના કેસમાં યુવકની ધરપકડ

જેના કારણે નીલોફર ઘરની હાલતથી વાકેફ હતી. એનઆરઆઇ અને શ્રીમંત હોવાથી નીલોફર અને તેના પતિએ કન્હૈયાલાલને લૂંટવાની યોજના બનાવી હતી. પરંતુ જ્યારે તે તેના ઘરે પહોંચી હતી. તેમજ કનૈયાલાલને શંકા જતાં નીલોફરે પોતાનો પ્લાન બદલવો પડ્યો.

કનૈયાલાલને દારૂ પીવડાવીને બેભાન કરવામાં આવ્યા

તેની બાદ કનૈયાલાલને દારૂ પીવડાવીને બેભાન કરવામાં આવ્યા હતા. તેની બાદ નીલોફર રિક્ષાચાલક પતિએ કનૈયાલાલનું ગળું દબાવીને હત્યા કરી હતી. તેમજ ઘરમાં રહેલા ઘરેણાં, ત્રણ મોબાઈલ ફોન અને 3 લાખ રૂપિયા લઈને ઘરમાંથી ભાગી ગયો હતો. જ્યારે પોલીસે ચોરાયેલા દાગીના વેચ્યા બાદ બંને પાસેથી મળેલા નાણાં પણ જપ્ત કર્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button