બોપલમાંથી હાઈપ્રોફાઈલ સ્પામાં કૂટણખાનું ઝડપાયુ, મેનેજર સહિત 7 યુવતીની ધરપકડ

અમદાવાદઃ અમદાવાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરાવમાં આવ્યો છે. બોપલ રીંગ રોડ પર આવેલા વન વર્લ્ડ વેસ્ટ બિલ્ડિંગમાં આવેલા ‘મનાના સ્પા’ સેન્ટર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ સ્પામાં બોડી મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સાથે આરોપીઓને પણ દબોચી લેવામાં આવ્યાં છે
બોપલમાં સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું
પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. બે પંચો અને મહિલા એનજીઓના સભ્યોની હાજરીમાં ડમી ગ્રાહક તૈયાર કરીને 2000 રૂપિયા લઈને સ્પામાં મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે બપોરે 03:45 કલાકે સ્પામાં રેડ પાડી હતી. આ સ્પામાં કુલ 09 પાર્ટીશનવાળા રૂમ હતા, જેમાં કૂટણખાનું ચાલી રહ્યું હતું. પોલીસે સ્પા સેન્ટરમાંથી મેનેજર મયુર ચંદુભાઈ પુરબીયા સહિત કુલ 7 યુવતીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : નવી મુંબઈના સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ: પંદર મહિલાનો છુટકારો
યુવતીઓને દેહવ્યાપાર પ્રતિ ગ્રાહકે 500 રૂપિયા આપવામાં આવતા
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, સ્પાના માલિક યુવતી અત્યારે ફરાર છે. આ યુવતી જ અન્ય યુવતીઓને દેહવ્યાપાર માટે રાખતી હતા અને તેમને પ્રતિ ગ્રાહકે 500 રૂપિયા આપવામાં આવતા હોવાનું પણ તપાસમાં પ્રમાશમાં આવ્યું છે. ઝડપાયેલી યુવતીઓ માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ અને નેપાળ જેવા જુદા-જુદા રાજ્યો અને દેશની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સ્પા મેનેજર સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને ગેરકાયદેસર વેશ્યાવૃત્તિ અને કૂટણખાનું ચલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ફરાર માલિક યુવતીને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કરી દેવામાં આવ્યાં છે.
 
 
 
 


