અમદાવાદમાં રૂપિયા 50 લાખ ગાંજા સાથે બે આરોપી ઝડપાયાઃ મુખ્ય સૂત્રધાર ફરાર | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં રૂપિયા 50 લાખ ગાંજા સાથે બે આરોપી ઝડપાયાઃ મુખ્ય સૂત્રધાર ફરાર

અમદાવાદઃ અમદાવાદમાંથી ફરી લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ એસઓજીએ નિકોલમાંથી કુલ 50 લાખ રૂપિયાના હાઈબ્રિડ ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 50 લાખની કિંમતનો ગાંજો ઝડપીને એક મોટા નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બે ઓરોપી ઝડપાયા હતા, પરંતુ હજી સહદેવ નામનો મુખ્ય સપ્લાયર ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

500 ગ્રામ હાઇ-પોટેન્સી હાઇબ્રિડ ગાંજો ઝડપ્યો

મળતી વિગતો પ્રમાણે બાતમીના આધારે એસઓજી દ્વારા રેડ પાડવામાં આવી હતી. રાખડીયાળના ધરણીધર એસ્ટેટ પાસે બે વ્યક્તિઓને 500 ગ્રામ હાઇ-પોટેન્સી હાઇબ્રિડ ગાંજો સાથે ઝડપી લેવામાં આવ્યાં છે. આરોપી પ્રતીક કુમાવત અને રવિ પટેલ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જપ્ત કરવામાં આવેલા ગાંજાની કુલ કિંમત આશરે 50 લાખ રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ પણ વાંચો : બેંગકોકથી આવેલો પ્રવાસી મુંબઈ એરપોર્ટ પર 14.5 કરોડના ગાંજા સાથે પકડાયો

બંને આરોપીઓ ખાનગી કંપનીમાં કામ કરે છે

આ કેસમાં પોલીસે વધારે વિગતો આપતા જણાવ્યું કે, આરોપી પ્રતીક કુમાવત સી.જી. રોડ પર એક ખાનગી માર્કેટિંગ ફર્મમાં કામ કરે છે, જ્યારે આરોપી રવિ પટેલ સુરતની એક પ્રિન્ટિંગ કંપનીમાં નોકરી કરે છે. રવિ ગાંજાનું નિયમિત સેવન કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. નશો કરવાની આદતના કારણે રવિ આમાં ધકેલાયો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : ગાંધીનગરના ચિલોડામાંથી રૂ. 2.38 કરોડના ગાંજા સાથે મુંબઈનું દંપત્તી ઝડપાયું

મુખ્ય આરોપી સહદેવને શોધવા કવાયત શરૂ

પોલીસે બંને આરોપીઓ સાથે પૂછપરછ કરી ત્યારે તેમણે કબૂલ કર્યું હતું કે, આ ગાંઝો તેમણે સહદેવ નામના વ્યક્તિ સાથે લીધો હતો. જેથી પોલીસે હવે મુખ્ય આરોપી સહદેવને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી દીધી છે. આ પહેલા પણ અમદાવાદ શહેરમાં અનેક વખત ગાંઝો ઝડપાયો હતો.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button