અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ! કાંકરિયામાં યુવક પર છરી વડે હુમલો, વીડિયો પણ બનાવ્યો...
Top Newsઅમદાવાદ

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ! કાંકરિયામાં યુવક પર છરી વડે હુમલો, વીડિયો પણ બનાવ્યો…

બે યુવકોએ એક યુવકને 16 ફડાકા અને બે છરીના ઘા મારીને વીડિયો બનાવ્યો, ‘king of bapu’ લખીને વાઇરલ પણ કર્યો

અમદાવાદઃ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા અંગે સવાલ થઈ રહ્યાં છે. કારણે કે, છાશવારે એક મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. આ પહેલા હત્યાની ત્રણ ઘટનાઓ ઘટી છે. ત્યાર ફરી એકવાર અસામાજિક તત્વોએ એક યુવકને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગીતા મંદિર વિસ્તારમાં રહેતા બે યુવકોએ રિક્ષામાં બેઠેલા એક યુવકને ઢોરમાર માર્યો હતો. છરી બતાવીને ગાળાગાળી કરી અને બાદમાં 16 જેટલા લાફા મારીને 2 છરીને ઘા પણ માર્યાં હતા. આખરે કેમ આવા અસામાજિક તત્વોમાં પોલીસ કે કાયદાનો કોઈ ડર નથી? અમદાવાદમાં શહેરમાં અશાંતિ સતત વધી રહી છે.

પોલીસને ચેતવણી આપવા માટે વીડિયો પણ વાયરલ કર્યો
મહત્વની વાત તો એ છે કે, યુવકને ઢોર માર્યા બાદ અમદાવાદ પોલીસને ચેતવણી આપવા માટે વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ ‘king of bapu’ લખીને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી દીધી છે, શું પોલીસ દારૂને કેસમાં આગળની કાર્યવાહી કરશે?

કારણ કે, આ બંને યુવકોને નશાની હાલતમાં હતા તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એટલે કે નશાની હાલતમાં ઉછીના પૈસા માગી માર માર્યો હતો. હવે પ્રશ્ન એ પણ થાય છે કે, દારૂ ક્યાંથી આવ્યો?

ત્રણેય યુવકો દારૂના નશામાં હોવાથી પોલીસે ધરપકડ કરી
આ ઘટનાની વાત કરવામાં આવે તો, પોલીસને જાણાવ્યાં પ્રમાણે ગીતામંદિર વિસ્તારમાં આવેલી અશોક સોસાયટીમાં રહેતા રાજ ઉર્ફે લાલો નહાર અને ચિંતન જાદવે અશ્વિન ગોહિલ નામના યુવકને માર માર્યો હતો. પરિવારને આ મામલે જાણ થતા ઘરવાળા દોડી આવ્યાં હતા, છતાં પણ તેઓ યુવકને મારતા રહ્યાં હતા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને આરોપીની ધરપકડ કરી લીધી હતી. જેન માર માર્યો તે અશ્વિન ગોહિલે પણ દારૂ પીધેલો હતો, જેથી દરેક સામે કાગડાપીઠ પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને ત્રણેયની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. દારૂ પીધો તે મામલે તો ગુનો નોંધવામાં આવ્યો પરંતુ દારૂ ક્યાંથી લાવ્યો? કોણે આપ્યો? તે મામલે ક્યારે તપાસ કરવામાં આવશે, તે જોવું રહ્યું!

આ પણ વાંચો…અમદાવાદમાં બિલ્ડરની હત્યા! મર્સિડીઝ કારની ડેકીમાંથી મળી લાશ, 3 જણની ધરપકડ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button