અમદાવાદ

અમદાવાદ પોલીસ કમિશ્નરે 3 PSI,19 કોન્સ્ટેબલની કરી બદલી, પોલીસબેડામાં ખળભળાટ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાયો છે. હત્યાના બનાવમાં પણ વધારો થયો છે.
શહેરમાં વધુ 19 પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણ પીએસઆઇની બદલી કરવામાં આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. સજાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આ બદલી કરવામાં આવી હતી.

આ પહેલા પણ પોલીસ કમિશ્નરે 13 કોન્સ્ટેબલની બદલી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આપણ વાંચો: અમદાવાદ પોલીસની ગુનાહિત ઈતિહાસ ધરાવતા 77 લોકોને ચેતવણીઃ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

બાપુનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં પી. આર. અમીન તથા એન. કે. રાજપુરોહિતની કે.કંપનીમાં બદલી કરવામાં આવી હતી. આ સિવાય ચાંદખેડાના પીએસઆઈ એમ.આર.બુખારીની પણ કે કંપનીમાં બદલી કરવામાં આવી હતી. આ બંને વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાયો હતો અને ઉચ્ચ કક્ષાએ પણ ગંભીર નોંધ લેવામાં આ હતી.

પીસીબી દ્વારા તાજેતરમાં ચાંદખેડા, સાબરમતી, બાપુનગર, ઈસનપુર, સોલા, સરખેજ, નારોલમાં દેશી અને અંગ્રેજી દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી. આ વિસ્તારના જ પોલીસકર્મીઓ, પીએસઆઈની કે કંપનીમાં મોટાભાગે બદલી કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button