આ છોકરાએ ઉતાર્યો હતો વિમાન ક્રેશ થયાનો વીડિયો! તમામ શંકાઓનો આવ્યો અંત…

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્લેનમાં બેઠેલા દરેક લોકો જીવતા ભડથું થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ થયાં છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ પ્લેન ક્રેશ થયું તેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં શેર થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ અનેક વીડિયો ઉતારનાર પર શંકાઓ થઈ રહી હતી. શંકા થતી હતી કે, આ વ્યક્તિે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો? શું તેનો આ સમગ્ર ઘટનાની ખબર હશે? આ દરેક સવાલનો જવાબ મળી ગયો છે.
વિમાનનો વીડિયો બનાવી ગામમાં તેના મિત્રોને દેખાડવો હતોઃ આર્યન
આ ઘટનાનો વીડિયો આર્યન નામના વિદ્યાર્થીઓ ઉતાર્યો હતો. આર્યન આ ઘટનાને લઈને ખૂબ જ ગભરાયેલો છે. ગુરૂવારે જ આર્યન તેના ગામથી અમદાવાદ આવ્યો હતો. આર્યને આ પહેલા ક્યારે વિમાનને આટલા નજીકથી નહોતું જોયું. અહીં એરપોર્ટ ઘર પાસે જ હતું જેથી વિમાન નજીકથી દેખાઈ રહ્યાં હતાં. આર્યન વિમાનનો વીડિયો બનાવીને ગામમાં તેના મિત્રોને દેખાડવા માંગતો હતો. તેના માટે તેણે આ વીડિયો બનાવ્યો હતો. આર્યનને નહોતી ખબર કે, આ વિમાન ક્રેશ થવાનું છે. વિમાન ક્રેશ થયા બાદ તે ખૂબ જ ગભરાઈ ગયો હતો.
આર્યન કઈ સમજે તે પહેલા એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું
આર્યનનું કહેવું છે કે, એર ઈન્ડિયાના આ પહેલાના દરેક વિમાન ઊંચેથી તપાસ થયા હતાં. પરંતુ આ વિમાન નજીકથી પસાર થઈ રહ્યું હતું. જેથી તેણે વિમાનનો વીડિયો બનાવ્યો હતો. મહત્વની વાત એ છે કે, આર્યન પણ ગભરાઈ ગયો હતો કે, પ્લેન શા માટે આટલું નીચું ચાલી રહ્યું છે. પરંતુ તે કંઈ સમજે તે પહેતો એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. અનેક લોકોને આ વિમાનને ક્રેશ થતા નરી આંખે નજીકથી જોયું છે. વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયાં છે.
અમદાવાદ સિવિલમાં ડૉક્ટરોએ 275 પોસ્ટમોર્ટમ કર્યાં
પ્લેન ક્રેશ થયું તે બાદ સેકન્ડમાં તેમાં બ્લાસ્ટ થયો હતો. કારણ કે, પ્લેનમાં 1.25 લાખ લીટર ઈંધણ હતું. જેથી લોકો જીવતા ભડથું થઈ ગયાં હતા. ઘટના બન્યા બાદ સુરક્ષાકર્મી, પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો ઘટનો સ્થળ પર પહોંચી ગઈ હતી. પરંતુ તે લોકો પહોંચે તે પહેલા તો અનેક લોકોના મોત થઈ ચૂક્યાં હતા. કાટમાળમાંથી માત્ર લાશો જ નીકળી રહી હતી. અમદાવાદ સિવિલમાં ડૉક્ટરોએ 275 પોસ્ટમોર્ટમ કર્યાં હોવાનો આંકડો પ્રકાશમાં આવ્યો છે. આજે પણ એક મૃતદેહ પ્લેનના પાછળના ભાગેથી મળી આવ્યો હતો.
આપણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વીમા કંપનીઓને આંચકો, ચૂકવવો પડશે 1000 કરોડથી વધુનો દાવો