અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતમાં બચી જનારા 'લકીમેન' વિશ્વાસ કુમાર આખરે બેઠા પ્લેનમાં, વકીલ રાખવાનું શું કારણ? | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતમાં બચી જનારા ‘લકીમેન’ વિશ્વાસ કુમાર આખરે બેઠા પ્લેનમાં, વકીલ રાખવાનું શું કારણ?

અમદાવાદ: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં અનેક લોકોના મોત થયાં હતાં. આ ભયાનક દુર્ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ વ્યક્તિને અત્યારે ‘લકી મેન’ તરીકે ઓળખવામાં આવે છે. દુર્ઘટના બાદ વિશ્વાસ કુમાર રમેશને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશ્વાસ કુમાર રમેશને મળવા માટે પીએમ મોદી પણ આવ્યાં હતાં. સારવાર બાદ વિશ્વાસ કુમારને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ દુર્ઘટના બાદ વિશ્વાસ કુમાર રમેશ માનસિક કરી પરેશાન થયો હતો.

પ્લેન ક્રેશ મામલે વિશ્વાસ કુમાર સાથે વાતચીત થશે

આ દુર્ઘટનામાંથી બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશ નિયમિત કાઉન્સેલિંગ મેળવી રહ્યો હતો. પ્લેન ક્રેશ બાદ વિશ્વાસ કુમાર રમેશને ખૂબ જ આઘાત લાગ્યો હતો. જ્યારે તેના ભાઈનો મૃતદેહ ઘરે પાછો આવ્યો ત્યાંરે વિશ્વાસ કુમાર ભાંગી પડ્યો હતો. આ દરમિયાન મીડિયા સાથે વાત કરવાનું ટાળી દીધું હતું. પરિવારે પણ જણાવ્યું હતું કે વિશ્વાસ હજી ઘેરા આઘાતમાં હતો. અમદાવાદ વિમાન દુર્ઘટનાને ચાર મહિના થઈ ગયાં છે. વિશ્વાસ કુમાર રમેશ લગભગ એક અઠવાડિયા પહેલા જ લંડન પહોંચ્યા હતો. આ મામલે એક મહત્ત્વના સમાચાર જાણવા મળ્યા છે.

કુમારે મદદ માટે સલાહકાર અને પ્રવક્તા રાખ્યા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, વિશ્વાસના પિતાએ કહ્યું કે, વિશ્વાસ કુમારે તેમની મદદ માટે વકીલો અને કટોકટી વ્યવસ્થાપન સલાહકારો, રેડ સીગર અને સંજીવ પટેલને રાખ્યા છે. આ મામલે સીગરે કહ્યું કે, તેમની પાસે કહેવા માટે કંઈ નથી. તેમણે પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો તેનો પણ વિરોધ દર્શાવ્યો હતો. હવે મહત્વની વાત એ છે કે, વિશ્વાસ કુમાર અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલ, પીડિત અને પ્રત્યક્ષદર્શી છે. જેથી તપાસ કરતી એજન્સી આ દુર્ઘટના મામલે વિશ્વાસ કુમાર સાથે વાત કરી શકે છે.

વિશ્વાસ કુમારનું નિવેદન મહત્વપૂર્ણ બની રહેશે

વિશ્વાસ કુમાર આ દુર્ઘટના મામલે જે પણ કઈ નિવેદન આપે છે તે અતિમહત્વનું બની રહેશે. એટલા માટે વિશ્વાસ કુમાર રમેશે કાનૂની સલાહકાર અને પ્રવક્તા રાખ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, તેના ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેથી તે પણ એક પીડિત પણ છે. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી એરપોર્ટ્સ ઇન્ડિયાએ લંડન-ગેગવિક ફ્લાઇટ AI 171નું નામ બદલીને AI-159 કરી દેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

આપણ વાંચો:  બોટાદ ‘કળદા પ્રથા’ સંઘર્ષ: AAPના પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત ૮૫ લોકો સામે FIR નોંધાઈ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button