
અમદાવાદઃ અમદાવાદમાં બારમી જૂને એર ઈન્ડિયાનું પ્લેન બોઇંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ક્રેશ (Air India Plane Crash) થયું હતું. આ સમગ્ર દુર્ઘટના મામલે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (Aircraft Accident Investigation Bureau) દ્વારા ઘટનાની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. AAIBના રિપોર્ટમાં અનેક નવા ખુલાસાઓ થયા છે. આ રિપોર્ટ પ્રમાણે એર ઇન્ડિયાના આ વિમાનમાં ટીસીએમ છેલ્લા 6 વર્ષમાં બે વખત બદવામાં આવ્યું હતું. 2019 અને 2023માં થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (Throttle Control Module) બદલવામાં આવ્યું હતું. તેમ છતાં પણ કેમ ફ્યુઅલ સ્વીચ થઈ તે એક સવાલ છે.
ટીસીએમ એટલે શું, જાણો વિગતો
TCM (થ્રોટલ કન્ટ્રોલ મોડ્યુલ) એક મહત્વપૂર્ણ ફ્લાઇટ સિસ્ટમ છે, જેમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચનો પણ સમાવેશ થાય છે. આ એ જ સ્વીચ છે, જે હવે અકસ્માતના તપાસમાં કેન્દ્રમાં આવી ગઈ છે. અલબત્ત, બારમી જૂનના એર ઈન્ડિયાનું વિમાન અમદાવાદથી ટેકઓફ થયુ અને પછી તરત જ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અચાનક બંધ થઈ ગઈ ગઈ હતી. જેના કારણે પ્લેન ક્રેશ થયું, ત્યારબાદ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા.
TCM બદલવાનો નિર્ણય 2019 પછી લીધો
રિપોર્ટની વાત કરવામાં આવે તો 2019માં બોઈન્ગ દ્વારા TCMને બદલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ એર ઇન્ડિયાએ તે નિર્દેશોનું પાલન કર્યું અને 2019માં TCMને બદલવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ 2023માં પણ ડ્રીમલાઇનર એરક્રાફ્ટ VT-ANBના TCM બદલવામાં આવ્યું હતું.
તપાસનો ALPAIનો વિરોધ
AAIBના પ્રારંભિક રિપોર્ટ એવું જણાવ્યું છે કે છેલ્લા 6 વર્ષમાં TCMને બે વાર બદલવામાં આવ્યું હતું, પરંતુ તેને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની કામગીરી સાથે કોઈ સીધો સંબંધ મળ્યો નથી. તપાસમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે અકસ્માત સમયે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચનું અચાનક બંધ થઈ જવું એ પણ તપાસમાં એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. આ મામલે પણ પાસ થવી જરૂરી છે.
નિષ્કર્ષ તપાસ કરવાની માગણી
સૌથી મહત્વની વાત તો એ છે કે, એરલાઇન પાઇલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPAI) એ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અંગે પણ સવાલ ઉઠાવ્યાં છે. પાઇલટની ભૂલને જે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તેના મુદ્દે સંગઠને દ્વારા સવાલ કરવામાં આવ્યાં છે. ALPAI દ્વારા એક નિષ્પક્ષ તપાસની માંગ કરતા કહેવામાં આવ્યું કે, કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે.
આ પણ વાંચો….અમદાવાદ પ્લેન ક્રેશ: એર ઇન્ડિયાનો સંસદીય સમિતિને જવાબ, ‘ડ્રીમલાઈનર સૌથી સુરક્ષિત વિમાન’