અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અપડેટ, સવારે 8 વાગ્યા સુધીમાં 184 ડીએનએ મેચ થયા...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અપડેટ, સવારે 8 વાગ્યા સુધીમાં 184 ડીએનએ મેચ થયા…

અમદાવાદ: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એટલી લાશો આવી હતી તે તેને મુકવા માટે જગ્યા ઓછી પડી હતી. મૃતદેહોને વોર્ડમાં મુકવામાં આવ્યાં હોવાના અનેક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયેલા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે સુધીમાં 184 ડીએનએ મેચ થયા હોવાનું રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે.

સવારે 8 વાગ્યા સુધીમાં, 184 ડીએનએ મેચ થયા
હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘એર ઇન્ડિયા ક્રેશ અપડેટ: સવારે 8 વાગ્યા સુધીમાં, 184 ડીએનએ મેચ થયા છે’ નોંધનીય છે કે, જેના ડીએનએ મેચ થયા છે તે મૃતદેહોને પરિવારને સન્માન સાથે સોંપવામાં આવી રહ્યાં છે. એમ્બ્યુલન્સ દ્વારા છે ઘર સુધી મૃતદેહનો પહોંચાડવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. અત્યારે સુધીમાં કુલ 101 મૃતદેહ સોંપવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મૃતકોના પરિવારમાં અત્યારે માતમ છવાયેલો છે. પરિવારજનો હજી પણ માનવા તૈયાર નથી કે તેમનું સ્વજન હવે આ દુનિયામાં નથી રહ્યું.

આખરે કેવી રીતે પ્લેન ક્રેશ થયું? એજન્સીઓ કરી છે તપાસ
અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટન અચાનક ક્રેશ થઈ ગઈ હતી. જેના કારણે પ્લેનમાં બેઠેલા દરેકનું મોત થયું હતું. જેમાં એક વ્યક્તિ ચમત્કારિક રીતે બચી ગયો છે. જેની વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. ઘટનાની વાત કરવામાં આવે તો, અત્યારે તપાસ એજન્સીઓ ઘટના સ્થળ પર તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટના કેવી રીતે બની તેની જાણકારી માટે દરેક દિશામાં તપાસ કરવામાં આવી છે. મહત્વની વાત એ પણ છે કે, દુર્ઘટના પહેલા પાયલોટે કરેલી વાતચીતનો 5 સેકન્ડનો એક ઓડિયો પ્રકાશમાં આવ્યું છે. આ પ્લેન ક્રેશની ઘટનામાં કુલ 270 લોકોનું મોત થયું હોવાનું જાહેર કરવામાં આવેલું છે. જેમાંથી અનેક લોકોની ઓળખ થવાની હજી બાકી છે.

આપણ વાંચો : DGCAએ એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનોને ક્લીનચીટ આપી; સાથે મેન્ટેનન્સ માટે સલાહ આપી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button