અમદાવાદ પ્લેન ક્રેશ: ટેઈલમાં રહેલું બ્લેકબોક્સ રહસ્ય ખોલશે! તપાસકર્તાઓને શું જાણવા મળ્યું?

અમદાવાદ: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને એક મહિના કરતા વધુ સમય વીતી ચુક્યો છે. લંડનના ગેટવિક એરપોર્ટ માટે રવાના થયેલી એર ઇન્ડિયા-171 ફ્લાઈટ ક્રેશ થવા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ કરવામાં આવી રહી (Ahmedabad air crash investigation) છે. અહેવાલ મુજબ હાલ તપાસકર્તાઓ વિમાનના સલામત રહી ગયેલા ‘ટેઈલ’ના ભાગની ઊંડાણથી તપાસ કરી રહ્યા છે, આ ભાગમાં ઇલેક્ટ્રિક આગના ચિહ્નો જોવા.
બોઈંગ કંપનીનું 787-8 મોડેલનું વિમાન બીજે મેડીકલ કોલેજની હોસ્ટેલ પર પડ્યું હતું, આ દુર્ઘનામાં વિમાનમાં સવાર તમામ 241 મુસાફરો મૃત્યુ પામ્યા અને ક્રેશ પછી થયેલા વિસ્ફોટમાં જમીન પર રહેલા 19 લોકોના પણ મોતને ભેટ્યા. આ ભયંકર વિસ્ફોટમમાં વિમાન નષ્ટ પામ્યું પણ ટેઈલ સેક્શન હોસ્ટેલ મેસની છત પર સલામત રહી ગયું. આ ટેઈલ સેક્શનમાં રહેલા બ્લેક બોક્સ જેને એન્હાન્સ્ડ એરબોર્ન ફ્લાઇટ રેકોર્ડર્સ (EAFR) કહેવામાં આવે છે, તેમાં ઇન્ટરનલ થર્મલ ડેમેજ થયું હોવાનું જાણવા મળ્યું છે.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ જાહેર કરેલા પ્રારંભિક તપાસ અહેવાલ મુજબ વધુ પડતા નુકસાનને કારણે EAFR માંથી ડેટા ડાઉનલોડ કરી શકાયો નથી. પ્રારંભિક તપાસ અહેવાલ મુજબ, માત્ર એક સેકન્ડમાં જ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો “રન” થી “કટઓફ” પોઝિશનમાં આવી ગઈ હતી, જેને કારણે એક સાથે બંને એન્જિને પાવર ગુમાવી દીધો હતો.
અહેવાલ મુજબ વિમાન બિલ્ડિંગ અથડાયું ત્યારે ટેઈલને વધુ નુકસાન થયું ન હતું, પરંતુ જ્યાં પાછળના EAFRને વધુ નુકસાન પહોંચ્યું છે. અહેવાલમાં અધિકારીને ટાંકીને લખવામાં આવ્યું કે ટેક-ઓફ સમયે ફ્લાઈટની ટેઈલમાં આગ લાગી હોઈ શકે છે, જેને કારણે EAFRને નુકશાન પહોંચ્યું હોઈ શકે છે, જો કે આ આગ આખા માળખામાં ફેલાઈ ન હતી.
અહેવાલ મુજબ ટેક-કોફ પહેલા વિમાનની ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હોઈ શકે છે, જેને એકબીજા સાથે જોડાયેલા ફ્લાઇટ સેન્સરમાં ખામી સજાઈ હોઈ શકે છે અને ફ્લાઇટના એન્જિન કંટ્રોલ યુનિટ(ECU )માં ખોટો ડેટા આવવાથી ફ્યુઅલ સપ્લાય બંધ થઈ ગઈ હોઈ શકે છે.
બ્લેક બોક્સમાં મળેલા ડેટા મુજબ એક પાઇલટ બીજા પાઇલટને પૂછતો સાંભળવા મળે છે કે કે, “કટઓફ કેમ કર્યું?” બીજા પાઇલટે જવાબ આપ્યો કે “મેં નથી કર્યું.”
વિમાનના ટેઈલમાં રહેલા બ્લેકબોક્સનો ડેટા રિકવર થતા આ દુર્ઘટનાના સાચા કારણોની જાણ થઇ શકશે.