Ahmedabad માં વસ્ત્રાલ બાદ હવે ઓઢવમાં મારામારીનો વીડિયો વાઇરલ…

Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલમાં થયેલી મારમારીનો વીડિયો વાઇરલ થયા બાદ ઓઢવમાં પણ મારામારીનો વીડિયો વાઇરલ થયો હતો. ઓઢવ વિસ્તારમાં પેટ્રોલ પંપ પર એક શખ્સ એક વ્યકિતને મારી રહ્યો હતો. યુવકને જાહેરમાં પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો તેમજ છાતીના ભાગે લાતો મારવામાં આવી હતી. ઉપકાંચ વાળ પકડીને પેટ્રોલ પંપમાં ઢસડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR
શું છે મામલો
આ બનાવમાં ત્રણે મિત્રો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે દોઢસો રૂપિયા થયા હતા. જેમાંથી 50 રૂપિયા ન આપતા મિત્રએ જ મિત્રને માર માર્યો હતો. મિત્રોમાં જ માથાકૂટ થઈ હોવાથી પેટ્રોલ પંપના કર્મચારીઓ મુક પ્રેક્ષક બનીને ઉભા રહ્યા હતા.
આ પણ વાંચો:અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજવા ભારતે દાવેદારી કરી
અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ પોલીસે 7000થી વધુ માથાભારે ઈસમોનું લિસ્ટ તૈયાર કરીને તેમની ગેરકાયદે સંપત્તિ પર બુલડોઝર ફેરવવાનું ચાલુ કર્યુ છે. અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે માથા ભારે તત્ત્વોની ગેરકાયદે મિલકતોને તોડી પાડવામાં આવી હતી. જુહાપુરા અને સરખેજ વિસ્તારના હિસ્ટ્રીશીટર છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની ગેરકાયદે મિલકતો પર તવાઈ બોલાવવામાં આવી હતી. ફતેવાડી કેનાલ પાસે આવેલા ઈસ્માઈલ પેલેસ જે મુશીર હવેલી તરીકે જાણીતી હતી, એના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.