અમદાવાદ

‘હત્યા’ને અકસ્માતમાં ખપાવવાના કારસ્તાનનો અમદાવાદ પોલીસે કર્યો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો

અમદાવાદ: અમદાવાદના નારોલમાં 19 માર્ચે રોડ અકસ્માતમાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું. પરંતુ જ્યારે તે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, ત્યારે રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને રોડ અકસ્માતની ઘટના હત્યાનાં કેસમાં પરિણમી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તે અજાણ્યા વ્યક્તિનાં મોતનું કારણ અકસ્માત નહિ પણ કઈક બીજું જ હતું. પોલીસે આ કેસની તપાસ બાદ બે આરોપીની ધરપકડ હતી.

આપણ વાંચો: થાણેમાં હત્યાના ત્રણ કેસ ઉકેલાયા: ત્રણ આરોપીની ધરપકડ…

પ્રાથમિક તપાસમાં માર્ગ અકસ્માતની ઘટના

પ્રાપ્ત વિગતો અનસાર અમદાવાદનાં નારોલમાં 19 માર્ચે રોડ અકસ્માતમાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસે માર્ગ અકસ્માત ગણીને કેસ નોંધ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતકના શરીર પર ઘણા ઈજાના નિશાન હોય અને તેના શરીર પર ઘણા ફ્રેક્ચર પણ હોવાની જાણ પોલીસને થઈ હતી. આથી પોલીસને આ ઘટનાક્રમ પર રોડ એક્સિડેન્ટનું ઓઢણું ઓઢાડવામાં આવ્યું હોવાની શંકા ગઈ હતી. આથી પોલીસે આ કેસની તપાસ હત્યાનાં એંગલથી શરૂ કરી હતી.

આપણ વાંચો: Ahmedabad માં પ્રેમીએ પ્રેમિકાના પતિની કરપીણ હત્યા કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી

કઈ રીતે ઉકેલાયો કેસ?

મૃતકની ઓળખ ભગીરા (ઉ. વ. 40 ) તરીકે થઈ હતી. મૃતદેહ જે સ્થળથી મળી આવ્યો હતો તે ત્યાનાં સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. પોલીસને સીસીટીવી ફૂટેજની તપાસમાં વાહનની ટક્કરને કારણે મોત થયું હોય તેવા કોઇ પુરાવા મળ્યા નહોતા.

સીસીટીવી ફૂટેજની તપાસમાં બે માણસો તે સ્થળે કંઈક ખેંચીને જતા જોવા મળ્યા હતા અને તે સ્થળેથી જ પોલીસને ભગીરાનો મૃતદેહ મળ્યો હતો.

બાદમાં, પોલીસે આ બંને વ્યક્તિઓની તપાસ શરૂ કરી અને તેમની ઓળખ કર્યા બાદ બંનેની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, બંને શખ્સોએ ભગીરાની હત્યા કરી અને બાદમાં લાશને રસ્તાની બાજુમાં છોડી દીધી હોવાની કબૂલાત કરી હતી.

આપણ વાંચો: હરિયાણા કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલ હત્યામાં એક આરોપીની ધરપકડ; પાર્ટીના સભ્ય પર શંકા…

એક્સિડેન્ટ નહીં પણ હત્યા

આ અંગે અમદાવાદ શહેરના ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે મૃતક ભગીરા નામનો 40 વર્ષનો વ્યક્તિ હતો, જે હોટલ અને ઢાબામાં નાના-મોટા કામ કરતો હતો. જ્યારે પોલીસે મૃતદેહ મળી આવ્યો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ કેસની તપાસ હત્યાના દ્રષ્ટિકોણથી શરૂ કરી હતી.

CCTVની મદદથી કેસ ઉકેલાઈ ગયો

સીસીટીવી ફૂટેજની મદદથી આ કેસ ઉકેલાઈ ગયો હતો. જે જગ્યાથી મૃતદેહ મળી આવ્યો હતો ત્યાં સીસીટીવીમાં બે લોકો કંઈક ખેંચતા જોવા મળ્યા હતા. બાદમાં, પોલીસે સીસીટીવીમાં દેખાતા બે લોકોની તપાસ કરી અને રાજુ સિંહ અને ઈશ્વર સિંહની ધરપકડ કરી હતી.

મૃત્યુની રાત્રે મૃતકે નશાની હાલતમાં રાજુ સિંહ અને ઈશ્વર સિંહ પર ઝગડો થયો હતો અને મૃતક ભગીરા નશાની હાલતમાં તેમની સાથે રહેતા લોકો સાથે ઝઘડો કરતા તે લોકોએ માર માર્યો હતો અને તેની હત્યા નિપજાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button