અમદાવાદ મનપાએ બે વર્ષમાં 17 રીઝર્વ પ્લોટ વેચ્યા, રૂપિયા 1300 કરોડની આવક થઈ…

અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકાએ આવક ઉભી કરવા માટે જમીનના પ્લોટ વેચવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના હસ્તકમાં રહેલા રીઝર્વ પ્લોટ પૈકી 17 પ્લોટ વેચી દેવામાં આવ્યાં છે. આ પ્લોટને વેચીને મહાનગરપાલિકાએ 1300 કરોડ રૂપિયાની આવક ઉભી કરી છે વધારે વિગતે વાત કરવામાં આવે તો, મનપા દ્વારા જે પ્લોટ વેચવામાં આવ્યાં છે તેમાં 13 પ્લોટ સેલ ફોર કોમર્શિયલ હેતું તથા 4 પ્લોટ સેલ ફોર રેસીડેન્શિયલ હેતુ માટે હોવાનું જાણવા મળ્યું હતા.
એએમસી દ્વારા ઈ-ઓક્શન કરવામા આવ્યું
ચાંદખેડાના કોમર્શિયલ હેતુ માટેના પ્લોટના વેચાણથી રૂપિયા 525 કરોડની આવક કોર્પોરેશનને હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જાન્યુઆરી-24થી મે-25 સુધીમાં અમદાવાદના બોડકદેવ, મકરબા, વસ્ત્રાલ, વટવા, શીલજ, નિકોલ, ચાંદખેડા અને થલતેજ સહિતના અન્ય વિસ્તારમાં આવેલા રીઝર્વ પ્લોટને વેચવા માટે એએમસી દ્વારા ઈ-ઓક્શન કરવામા આવ્યું હતું. આ પ્લોટોના વેચાણ દરમિયાન સૌથી ઓછી આવક મોટેરામાં આવેલા 963 ચોરસમીટર ક્ષેત્રફળના પ્લોટની રૂપિયા એક કરોડ થઈ હતી.
પ્રતિ ચોરસ મીટર 1 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ રાખવામાં આવેલી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા એક લાખ બેઝ પ્રાઈસ રાખવામા આવી હતી. જેની સામે મહત્તમ ઓફર પ્રતિ ચોરસમીટર રુપિયા ૧.૪૨ લાખની થઈ હતી. અમદાવાદ મનપાએ કયા પ્લોટ કેટલી કિંમતથી વેચાયા તેના વિશે વાત કરવામાં આવે તો, બોડકદેવ વોર્ડની 4626 ક્ષેત્રફળનો પ્લોટ 148 કરોડ રૂપિયામાં, વટવા વિસ્તારમાં આવેલો 2623 ક્ષેત્રફળનો પ્લોટ 10 કરોડ રૂપિયામાં અને મકરબા વોર્ડમાં આવેલો 6657 ક્ષેત્રફળનો પ્લોટ 104 કરોડ રૂપિયામાં વેચાયો હતો.
ક્યાં પ્લોટની કેટલી કિંમત આવી?
આ સાથે મકરબામાં આવેલો 3740 ક્ષેત્રફળનો પ્લોટ 72 કરોડ, વટવા વોર્ડની 3710 ક્ષેત્રફળનો પ્લોટ 44 કરોડ રૂપિયામાં, મુઠીયા વોર્ડમાં આવેલો 1971 ક્ષેત્રફળનો પ્લોટ 2 કરોડ રૂપિયામાં, નિકોલ વોર્ડનો 1895 ક્ષેત્રફળનો પ્લોટ 14 કરોડમાં, નારોલ વોર્ડનો 970 ક્ષેત્રફળનો પ્લોટ 5.500 કરોડ રૂપિયામાં, ઈસનપુર વોર્ડનો 1672 ક્ષેત્રફળનો પ્લોટ 26.25 કરોડ રૂપિયામાં, ચાંદખેડા વોર્ડનો 66168 ક્ષેત્રફળનો પ્લોટ 525 કરોડમાં, સરખેજ વોર્ડનો 3799 ક્ષેત્રફળનો પ્લોટ 28.49 કરોડમાં, નિકોલ વોર્ડનો 5741 ક્ષેત્રફળનો પ્લોટ 49.37 કરોડમાં, બોડકદેવ વોર્ડનો 4658 ક્ષેત્રફળનો પ્લોટ 143 કરોડમાં વેચાયો હતો. આ સાથે ચાંદખેડા વોર્ડનો 122952 ક્ષેત્રફળનો પ્લોટ 17 કરોડમાં, મોટેરા વોર્ડનો 963 ક્ષેત્રફળનો પ્લોટ 1 કરોડમાં, બોડકદેવ વોર્ડનો 2480 ક્ષેત્રફળનો પ્લોટ 40.92 કરોડમાં અને બોડકદેવ વોર્ડના 3911 ક્ષેત્રફળના પ્લોટ 134 કરોડમાં વેચાયો હતો.



