અમદાવાદ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ મણિનગર સ્ટેશન નજીકનો 100 મીટરનો રોડ 3 મહિના માટે બંધ

અમદાવાદ: મણિનગર (MANINAGAR) રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના ટ્રેક લગાવવાની કામગીરી અંગે સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શહેર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેક લગાવવાનું કામકાજ ખાનગી કંપની દ્રારા કરવામાં આવશે, જેને અનુસંધાને મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગમાં આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો ૧૦૦ મીટરનો રોડ ત્રણ-મહિના સુધી બંધ કરવામાં આવશે.

વૈકલ્પિક રસ્તાઓ

આપણ વાંચો: બુલેટ ટ્રેન પ્રકલ્પમાં મોટી સિદ્ધિ: બીકેસી અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે પ્રથમ કોંક્રિટ સ્લેબ બેસાડાયો

ભૈરવનાથ રોડ, જશોદાનગર ચોકડી, જયહિંદ ચાર રસ્તા, સ્વામીનારાયણ મંદિર તથા દક્ષિણી સોસાયટી બાજુથી આવતાં વાહનો રેલવે સ્ટેશન તરફનો એક સાઇડનો રોડ ચાલુ છે તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.

આ ઉપરાંત, કાંકરિયા તળાવ, રામબાગ, મણિનગર ચાર રસ્તા, કૃષ્ણબાગ ચાર રસ્તા, એલ.જી.હોસ્પિટલ, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, ગુરુદ્વારા તરફથી આવતાં વાહનો રેલ્વે સ્ટેશન તરફનો એક સાઈડનો રોડ ચાલુ છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button