
અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad)માં છાશવારે મારામારીના વીડિયો વાયરલ થતા રહે છે. એવું લાગે છે કે, આ લોકોને પોલીસનો કોઈ ડર છે જ નહીં! જાહેરમાં ખુલ્લેઆમ લોકોને માર મારતા હોવાના સમાચારો પણ પ્રકાશમાં આવે છે? ફરી એકવાર અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ (Geeta Mandir Bus Stand) પાસે એક યુવકને ચારથી પાંચ લોકોએ માર માર્યો હોવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રીઢા ગુનેગારને 4 થી 5 જેટલા લોકો ઢોર માર્યો
ઘટનાની વાત કરવામાં આવે તો, અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે રીઢા ગુનેગાર (Habitual Criminal Mangu)ને 4 થી 5 જેટલા લોકો ઢોર માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે મંગુ નામના વ્યક્તિનો આ વિસ્તારમાં ત્રાસ ખૂબ જ વધી ગયો હતો. ગીતા મંદિર બસ સ્ટેશનમાં પણ મંગુ આતંક મચાવતો હતો, જેથી ચારથી પાંચ લોકોએ તેને આ વખતે મેથીપાક ચખાડ્યો છે. જો કે, મંગુએ અત્યારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. હવે જોવાનું એ છે કે, પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે?
કાગડાપીઠ પોલીસે કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે મંગુ ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં લોકોને હેરાન પરેશાન કરતો હતો. એટલું જ નહીં પરંતુ દાદાગીરી કરીને લોકો પાસેથી રૂપિયા પણ પડાવતો હતો. આ વખતે લોકો મંગુના ત્રાશથી વધારે કંટાળી ગયાં હતા જેથી લોકોએ તેને મેથીપાક આપ્યો હતો. વાયરલ વીડિયો પ્રમાણે ચારથી પાંચ જણાએ મંગુનો લાકડીઓ વડે માર માર્યો હતો. મંગુને ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામા આવ્યો હતો. આ સમગ્ર કેસમાં અત્યારે કાગડાપીઠ પોલીસે કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. મહત્વની વાત એ છે કે, મંગુ સામે આ પહેલા પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે.
આ પણ વાંચો…અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાનું ઉત્સાહભેર આયોજન, ભગવાન મામાને ઘરે ગયા..