Ahmedabad માં હજ યાત્રાના નામે 38.15 લાખની છેતરપિંડી, પોલીસ ફરિયાદ દાખલ

અમદાવાદ: અમદાવાદ( Ahmedabad)હજ યાત્રા કરાવવાના બહાને કરવામાં આવેલી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં હજ યાત્રાના ટુર ઓપરેટરે એક વ્યકિત પાસેથી 38. 15 લાખની છેતરપિંડી કરી છે. આ અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનના ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ટુર ઓપરેટરે વર્ષ 2023ના હજયાત્રા માટે બુકિંગ કર્યું હતું તેમજ ફરિયાદનો મિત્ર હતો. જેમાં ટુર ઓપરેટરે 38.15 લાખ રૂપિયા વસુલ કર્યા હતા. તેમજ બે વર્ષ બાદ પણ 6 લોકોને હજ યાત્રા માટે મોકલ્યા ન હતા. જેની બાદ ટુર ઓપરેટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આપણ વાંચો: ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીઃ સુરતમાં મામા-ભાણેજે 1.43 કરોડ રુપિયા ગુમાવ્યાં
હજ યાત્રા અંગે વાતચીત આગળ વધી હતી.
અમદાવાદના દરિયાપુરમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા મોહમ્મદ ફુઝેલ શેખે તેના પિતાના મિત્ર અને ટૂર ઓપરેટર ઇકબાલ હુસૈન શેખ વિરુદ્ધ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ મુજબ ઇકબાલ હુસૈન શેખ અમદાવાદના જમાલપુરમાં અકબરી ટુર્સ નામથી વ્યવસાય ચલાવે છે અને તે ફરિયાદી મોહમ્મદ ફુઝેલ શેખના પિતાનો મિત્ર પણ છે. એક દિવસ જ્યારે ઇકબાલ હુસૈન દરિયાપુરમાં શેખ મોહમ્મદ ફુઝેલ શેખની દુકાને ગયો, ત્યારે મોહમ્મદ ફુઝેલ શેખ અને તેના પિતાએ હજ પર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી . ત્યારે ઇકબાલ હુસૈન શેખે કહ્યું હતું કે તે હજ યાત્રાનું આયોજન કરે છે. ત્યારબાદ બંને વચ્ચે હજ યાત્રા અંગે વાતચીત આગળ વધી હતી.
આપણ વાંચો: આકર્ષક વ્યાજ દરની યોજનાઓ દ્વારા છેતરપિંડીથી બચાવવા રાજ્યમાં નાણાકીય ગુપ્તચર એકમ: દેવેન્દ્ર ફડણવીસ
હજ યાત્રા માટે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા જણાવ્યું
ટૂર ઓપરેટરો ઇકબાલ હુસૈન અને મોહમ્મદ ફુઝૈલ શેખ વચ્ચેની વાતચીત મુજબ, દરેક વ્યક્તિએ હજ યાત્રા માટે 5.50 લાખ રૂપિયા ચૂકવવાના હતા. તેની બાદ ઇકબાલ હુસૈનને મોહમ્મદ ફુઝેલના પિતા, માતા, ભાઈ અને બહેન સહિત 6 લોકોની હજ યાત્રા માટે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત, મક્કા-મદીના પહોંચ્યા પછી રિયાલ મેળવવા માટે અલગથી ચુકવણી કરવા અંગે પણ ચર્ચા થઈ. ઇકબાલ હુસૈનના જણાવ્યા મુજબ 6 લોકો માટે હજ યાત્રાનો કુલ ખર્ચ 33 લાખ રૂપિયા હતો. જેના માટે તેમને અગાઉથી ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું હતું. જેના માટે મોહમ્મદ ફુઝેલે કુલ 7.44 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત ઇકબાલ હુસૈને બાકીના 25.56 લાખ રૂપિયા રોકડા ચૂકવવાનું કહ્યું હતું.
આપણ વાંચો: વિદેશ જવાની ઘેલછા ભારે પડી! ઓસ્ટ્રેલીયા-ન્યૂઝીલેન્ડનાં વિઝાનાં બહાને 1.23 કરોડની છેતરપિંડી
અકબરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં જઈને ઇકબાલ હુસૈનને આપ્યા
જેની બાદ મોહમ્મદ ફુઝૈલ શેખે બાકીની રકમ ચૂકવવા માટે 15.56 લાખ રૂપિયા રોકડા ભેગા કર્યા હતા અને બાકીના 10 લાખ રૂપિયા મિત્ર પાસેથી ઉધાર લીધા હતા.
બેંક ખાતામાં 7.44 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી બાકીના 25.56 લાખ રૂપિયા મોહમ્મદ ફુઝલે તેના મિત્ર અને ટૂર ઓપરેટર ઇકબાલ હુસૈનને 15 એપ્રિલ 2023 ના રોજ બે મિત્રોની હાજરીમાં પોતાની દુકાન પર બોલાવીને ચૂકવ્યા. તેમજ ઇકબાલ હુસૈને અલગથી રિયાલ માટે 5.15 લાખ રૂપિયા માંગ્યા હતા. જે મોહમ્મદ ફુઝેલે 30 એપ્રિલ 2023 ના રોજ જમાલપુરમાં અકબરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં જઈને ઇકબાલ હુસૈનને આપ્યા હતા.
આપણ વાંચો: રેલવેમાં નોકરીને બહાને લાખોની છેતરપિંડી: મહિલા વિરુદ્ધ ગુનો…
હજ માટે બુકિંગ વધી ગયું છે
મોહમ્મદ ફુઝેલ શેખ અને તેમનો પરિવાર 38. 15 લાખ રૂપિયા ચૂકવીને હજની તૈયારી કરી રહ્યા હતા ત્યારે હજના એક અઠવાડિયા પહેલા ટૂર ઓપરેટર ઇકબાલ હુસૈન મોહમ્મદ ફુઝેલની દુકાને આવ્યા અને તેમને કહ્યું કે હજ માટે બુકિંગ વધી ગયું છે અને તેથી આ વર્ષે તેઓ ફક્ત ત્રણ લોકોને જ હજ પર મોકલી શકશે. બાકીના ત્રણ લોકોને આવતા વર્ષે હજ યાત્રા પર મોકલી શકાય છે.
23 જૂને લખનૌથી હજ યાત્રા માટે ઉડાન ભરવાના હતા
મોહમ્મદ ફુઝેલના પિતા અને ઇકબાલ હુસૈન મિત્રો હતા. તેથી ત્રણ લોકોને અલગથી મોકલવાનું નક્કી થયું અને નક્કી થયું કે મોહમ્મદ ફુઝેલની માતા, બહેન અને ભાઈ પહેલા હજ યાત્રા પર જશે.
બાકીના ત્રણ લોકો આવતા વર્ષે હજ યાત્રા પર જશે. જેની બાદ ઇકબાલ હુસૈનના જણાવ્યા મુજબ, ત્રણેય લોકો 22 જૂન, 2023 ના રોજ લખનૌ પહોંચવાના હતા અને 23 જૂને લખનૌથી હજ યાત્રા માટે ઉડાન ભરવાના હતા.
આવતા વર્ષે હજ યાત્રા પર લઈ જઈ શકીશ
ટુર ઓપરેટર ઇકબાલ હુસૈનના જણાવ્યા અનુસાર, જ્યારે ત્રણેય લોકો અમદાવાદથી લખનૌ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ઇકબાલ હુસૈને તેમને કહ્યું કે તમારા ત્રણેયના વિઝા હજુ સુધી આવ્યા નથી. તો હવે તમારે આવતા વર્ષે હજ યાત્રા પર જવું પડશે.
ટૂર ઓપરેટર ઇકબાલ હુસૈન તેનો મિત્ર હોવાથી, મોહમ્મદ ફુઝેલ અને તેના પરિવારે ફરીથી તેના પર વિશ્વાસ કર્યો અને લખનૌથી હજ પર જવાને બદલે ત્રણેય અમદાવાદ પાછા ફર્યા.
જ્યારે પછીના વર્ષે 2024 માં જ્યારે મોહમ્મદ ફુઝલે ઇકબાલ હુસૈનને હજ પર જવા વિશે પૂછ્યું, ત્યારે તેણે ખોટું બોલ્યું અને કહ્યું કે મારું લાઇસન્સ હજુ સુધી આવ્યું નથી. તેથી હું તમને આવતા વર્ષે હજ યાત્રા પર લઈ જઈ શકીશ.
38.15 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
ટૂર ઓપરેટર ઇકબાલ હુસૈનને 38.15 લાખ રૂપિયા ચૂકવ્યા પછી પણ જ્યારે મોહમ્મદ ફુઝૈલ અને તેનો પરિવાર હજ પર જઈ શક્યા નહીં. ત્યારે મોહમ્મદ ફુઝૈલે આખરે પોતે જ હજ યાત્રા માટે ઇકબાલ હુસૈનને ચૂકવેલા 38.15 લાખ રૂપિયા પરત માંગ્યા. ત્યારે ઇકબાલ હુસૈને વિવિધ વચનો આપવાનું અને વાતો કરવાનું શરૂ કર્યું.
જેની બાદ મોહમ્મદ ફુઝેલ અને તેના પરિવારને ખ્યાલ આવ્યો કે મિત્રતાની આડમાં ઇકબાલ હુસૈને હજ પર જવાના નામે તેમની સાથે 38.15 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. જેની બાદ મોહમ્મદ ફુઝેલે અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ટૂર ઓપરેટર અને તેના પિતાના મિત્ર ઇકબાલ હુસૈન વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસ ભંગની ફરિયાદ નોંધાવી છે.