
અમદાવાદ : અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે. જેમા આ આગમાં જ મકાન માલિકની પત્ની અને દીકરાનું જ મોત થયું છે. રવિવારે સાંજે લાગેલી આગમા એસીમા ગેસ ભરવા માટે રાખેલા બાટલામાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જેના પગલે ગોડાઉનમાં રખાયેલા અન્ય ગેસના બાટલાઓ પણ આગની ચપેટમાં આવ્યા હતા. તેમજ તે ફાટવા લાગ્યા હતા. તેમજ ગણતરીની મિનિટોમા રહેણાંક વિસ્તારમાં આગ પ્રસરી ગઇ હતી.
સોસાયટીના રહીશોમાં પણ ગભરાટ ફેલાયો હતો
આગ એટલી ભયાનક હતી કે દૂરથી જ આગની જવાળાઓ અને ધૂમાડા જોઇ શકાતા હતા. આગ લાગતા જ સોસાયટીના રહીશોમાં પણ ગભરાટ ફેલાયો હતો. તેમજ તમામ ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે આગ પણ ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘર સળગી ગયું હતું. તેમજ બે લોકો ફસાયા હતા. જેમાં મકાન માલિકના પત્ની ઉપરના માળે ફસાયા હોવાથી આગમા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે એક બાળકને બચાવીને હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. જેને બાદમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ઉજ્જૈનમાં બિલાસપુર-બિકાનેર એક્સપ્રેસમાં લાગી આગ, Video Viral
આસપાસના વાહનોને પણ આગની ચપેટમાં લીધા
બ્લાસ્ટ થતા આગે વિકરાળ બની અને આસપાસના વાહનોને પણ આગની ચપેટમાં લીધા હતા. અનેક વાહનો બળીને ખાક થઈ ગયાં હો છે. આ મામલે પોલીસ અને સ્થાનિક તંત્રએ પણ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.