અમદાવાદ

Ahmedabad માં ધૂળ અને ડમરીથી શ્વસનમાર્ગના રોગ વધ્યા, 10 દિવસમાં 1000 કેસ

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad)શહેરમાં વરસાદ બાદ ધૂળ અને ડમરી સતત ઉડી રહી છે. શહેરની ધૂળ અમદાવાદીઓને જ બીમારી આપી રહી છે. શહેરમાં હોસ્પિટલમાં શ્વાસની બીમારીના કેસોમા વધારો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ તંત્રનું કહેવું છે કે લગભગ 80 ટકા રોડ સમાર કામનું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે શહેરીજનો કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

શહેરમાં ધૂળ અને ડમરીથી રોગ વધ્યા

અમદાવાદ શહેર વરસાદ બાદ ધૂળિયું બની રહ્યું છે. જેના કારણે શહેરીજનોને શ્વાસ સંબંધિત સમસ્યા સતાવી રહી છે. અમદાવાદ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લોકો કમરના દુખાવા અને શ્વાસની બીમારીની ફરિયાદ લઈને આવી રહ્યા છે.

આપણ વાંચો: Kutch માં ભેદી બીમારીનો મરણાંક 17 થયો, અદાણી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો

આ અંગે પલ્મોનોલોજીસ્ટ નિષ્ણાતના જણાવ્યા મુજબ રોડની ધૂળ, ડમરી હવામાં હોવાના કારણે લોકોને એલર્જી સાથે શ્વાસની બીમારી થઈ રહી છે. રોજના 10 થી 12 કેસ એક હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં રોજના સૌથી વધારે કેસ નોંધાય છે. હાલ શ્વાસની સમસ્યા સાથે સ્વાઈન ફ્લુના કેસ પણ વધ્યા છે.

છેલ્લાં 10 દિવસમાં 108ને શ્વાસ સંબંધિત એક હજાર કોલ મળ્યા

લોકો હવે રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં જ્યારે પણ લોકો બહાર નીકળે ત્યારે ધૂળીયા વાતાવરણને કારણે લોકોની હાલત ખરાબ થઈ જાય છે. ગુજરાતમાં છેલ્લાં 10 દિવસમાં 108ને તાવ, શરદી, ખાંસી સાથે શ્વાસ સંબંધિત કોલ મળી રહ્યા છે.

અમદાવાદમાં આરોગ્ય ખર્ચ વધ્યો

અમદાવાદ શહેરમાં છેલ્લાં 10 દિવસમાં અંદાજિત શ્વાસ સંબંધિત રોજના 1000 કોલ મળી રહ્યા છે જ્યારે સમગ્ર ગુજરાતમાં 33 ટકા ઈમરજન્સીના કેસ વધ્યા છે. ધૂળ અને રજકણોથી તથા ખરાબ રોડ રસ્તાને કારણે અમદાવાદમાં આરોગ્ય ખર્ચ પણ વધી રહ્યો છે.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ