અમદાવાદ

બગોદરાના એક મંદિરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં પ્રેમીપંખીડાની લાશ મળી…

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બગોદરા વિસ્તારમાં એક મંદિરમાં પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એકલ માતાના મંદિર પરિસરમાંથી એક યુવક અને એક યુવતીની લટકતી લાશ મળી આવી હતી. સૂત્રોના જાણવ્યાં પ્રમાણે જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં કામ કરતા એક વ્યક્તિને તેની કરતા 11 વર્ષ નાની યુવતી સાથે પ્રેમ થયો હતો. જેથી બંને પ્રેમીપંખીડા 15 દિવસ પહેલા ભાગી ગયાં હતા. આ પ્રેમીપંખીડાની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. આ સમગ્ર કેસમાં પોલીસ તપાસ હાથ ધરી દીધી છે.

પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરી છે કે પછી હત્યા થઈ?

પ્રેમીપંખીડાની લાશ મંદિર પરિસરમાંથી મળી આવતા પંથકમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી દીધી છે. આ પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા થઈ છે? તે મામલે હજી કોઈ ચોક્કસ વિગતો પ્રકાશમાં આવી નથી. પોલીસની તપાસ પ્રમાણે યુવકનું નામ ગૌતમ યાદવ છે, જે ચીયાડા ગામનો રહેવાસી છે. તેને કેશરડી ગામની કિંજલ રાઠોડ સાથે પ્રેમ થયો હતો. આ બંને કેરાલા જીઆઈડીસામાં આવેલી એક કંપનીમાં સાથે કામ કરતા હતાં.

પોલીસે આ બંને મૃતદહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા

આ બંને પ્રેમીપંખીડાઓ ઘરેથી 15 દિવસ પહેલા ભાગી ગયાં હતા. તેમની લાશ બગોદરા ધંધુકા માર્ગ પર આવેલા એકલ માતાની મંદિરમાંથી મળી આવી હતી. મંદિરના પરિસરમાં આવેલા એક ઝાર પર બંને પ્રેમીપંખીડાની લાશ એક દોરી સાથે લટકેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે આ બંને મૃતકોની લાશને કબ્જે લઈને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે પહોંચાડ્યાં હતાં. આ હત્યા હતી કે આત્મહત્યા તે મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button