અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, પેથાપુર હત્યા કેસમાં 23 વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડબલ મર્ડર કેસનો 23 વર્ષથી વોન્ટેડ આરોપીની સુરતથી ધરપકડ કરી છે. જેની બાદ ક્રાઇમ બ્રાન્ચે તેની કસ્ટડી પેથાપુર પોલીસને સોંપી દીધી છે. આ આરોપી પેથાપુરમાં વર્ષ 2002ના હત્યા કેસમાં ફરાર હતો. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2002માં પૈસાની લેવડ દેવડના કેસમાં બે લોકોની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. તેમજ આ હત્યા બાદ આરોપીઓએ મૃતકના મૃતદેહને કારમાં મૂકીને વાવોલ અને ઉવરસદ વચ્ચેની ઝાડીઓમાં પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હતો.

એક આરોપીને વોન્ટેડ તરીકે દર્શાવ્યો હતો

જેની બાદ પેથાપુર પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ એક આરોપીને વોન્ટેડ તરીકે દર્શાવ્યો હતો. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને શોધી રહી હતી. ત્યારે આખરે 23 વર્ષ બાદ ટેકનિકલ અને ગુપ્તચર માહિતીના આધાર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડબલ મર્ડરના મુખ્ય આરોપીની સુરતથી ધરપકડ કરી હતી.

આરોપી પોતાનું નામ બદલીને પરિવાર સાથે સુરત શહેરમાં રહેતો

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના સુરતમાંથી નિરુપમ ઉર્ફે ભુરિયા ઉર્ફે મુન્નાભાઈ કણસાગરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે હત્યા બાદ આરોપી પોતાના પરિવારને છોડીને ચાલ્યો ગયો હતો. આ સમયગાળા દરમિયાન તેમણે ગુજરાતના ચોટીલા, હાલોલ મુન્દ્રા અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં કામ કર્યું. આ દિવસોમાં આરોપી પોતાનું નામ બદલીને પરિવાર સાથે સુરત શહેરમાં રહેતો હતો.

તમને જણાવી દઈએ કે પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલા ડબલ મર્ડર કેસમાં IPC કલમ 302, 201, 365, 34, 120 (B) અને બીપી કાયદાની કલમ 135 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો…ગોંડલમાં અલ્પેશ કથીરિયાની ગાડી પર હુમલા કેસમાં પોલીસની કાર્યવાહી, બે આરોપી ઝડપાયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button