અમદાવાદ

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 60 કેસ નોંધાયા, રાજકોટના એસપી હિમકરસિંહ પણ આવ્યા ઝપેટમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસને મામલે અમદાવાદ એપિસેન્ટર બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60 કેસ નોંધાયા હતા. કુલ કેસનો આંકડો 330 પર પહોંચ્યો હતો. હાલ 241 એક્ટિવ કેસ છે અને 88 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. શહેરના વેજલપુર, વાડજ, જગતપુર, ન્યુ રાણીપ, નવા વાડજ, સાબરમતી, પાલડી, ચાંદલોડિયા, બોપલ, ઘુમા, થલતેજ, ગોતા, સરખેજ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

અમદાવાદમાં ક્યા ઝોનમાં કેટલા છે એક્ટિવ કેસ

અમદાવાદના મધ્ય ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 70, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 77, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 47, ઉત્તર ઝોનમાં 6, પૂર્વ ઝોનમાં 17, દક્ષિણ ઝોનમાં 20 એક્ટિવ કેસ છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડાને પણ લાગ્યો કોરોનાનો ચેપ

રાજકોટમાં મંગળવારે કોરોનાના વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સહિત નવા 8 દર્દીઓ સામે આવ્યા હતા. આજે 6 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ દર્દીનો આંકડો 52 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 12 દર્દી સ્વસ્થ થયા છે. હાલ શહેરમાં 40 દર્દીઓ હોમ આઇસોલેટેડ છે. સુરતમાં પણ 3 કેસ નોંધાયા હતા. થાઈલેન્ડથી પરત આવેલી મહિલા પોઝિટિવ આવી હતી.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડ-19 ડેશબોર્ડ મુજબ દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4026 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 65 નવા કેસ ઉમેરાયા છે અને 5 સંક્રમિતોનો મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં બે, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં 1-1 સંક્રમિતોના મૃત્યુ થયા છે.

આ પણ વાંચો….દેશમાં કોરોનાના કેસ 4 હજારને પાર, એક્ટિવ કેસમાં મહારાષ્ટ્ર બીજા – ગુજરાત ત્રીજા ક્રમે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button