અમદાવાદના એન્ટરપ્રેન્યરનો અનોખો જુગાડ: જાણો વેકેન્સી ભરવા માટે કેવી રીતે કર્યો વોટ્સએપનો ઉપયોગ
અમદાવાદ

અમદાવાદના એન્ટરપ્રેન્યરનો અનોખો જુગાડ: જાણો વેકેન્સી ભરવા માટે કેવી રીતે કર્યો વોટ્સએપનો ઉપયોગ

અમદાવાદ: આજના સમયમાં અનેક એવા ઓનલાઈન પ્લેટફોર્મ આવી ગયા છે. જે તમને ઘરે બેઠા કંપનીઓમાં આવેલી વેકેન્સીની માહિતી આપે છે. જેથી રોજગારવાચ્છુકો માટે નોકરી મેળવવામાં સરળતા રહે છે. પરંતુ તાજેતરમાં અમદાવાદ ખાતે વોટ્સએપનો ઉપયોગ કરીને 20 લોકોને નોકરી આપવામાં આવી છે. આવો જાણીએ સમગ્ર મામલો શું છે.

કંપની માટે કર્મચારીઓ ન મળ્યા

અમદાવાદના એન્ટરપ્રેન્યર અભિલાષ પોતાની કંપની Nxtra Labs માટે કર્મચારીઓની ભરતી કરવા ઈચ્છતો હતો. પરંતુ ઈ-મેઈલ દ્વારા રિઝ્યુમ મંગાવવા જેવી પરંપરાગત પદ્ધતિથી પણ કર્મચારીઓ ન મળતા અભિલાષે એક અનોખો રીત અજમાવી હતી. જેમાં તેને સફળતા મળી હતી.

અભિલાષે સ્ટાફિંગની સમસ્યાને ઉકેલવા માટે લોકલ વોટ્સએપ ગૃપ્સનો ઉપયોગ કર્યો છે. મીડિયા સાથે વાત કરતા અભિલાષે જણાવ્યું કે, “જ્યારે મેં મારી નવી ફેક્ટરી શરૂ કરી ત્યારે સમયસર ઓર્ડર પૂરા કરવા માટે તાત્કાલિક ટેકનિશિયનોની જરૂર હતી. પરંતુ ITI સંસ્થાઓ અને કોન્ટ્રાક્ટ એજન્સીઓ જેવી પરંપરાગત પદ્ધતિથી મેં 5-6 દિવસ પ્રયત્ન કર્યો હતો. પરંતુ મારી જરૂરિયાત પૂરી થઈ ન હતી. તેથી મેં અનોખી રીત અજમાવી હતી.”

કર્મચારીઓની ભરતી માટેનો અનોખો જુગાડ

અભિલાષે આગળ જણાવ્યું કે, “મેં એક જુગાડ અપનાવ્યો. અમદાવાદની નજીકના ગામની દરેક દુકાનમાં જઈને મેં ગુજરાતીમાં નોકરીની જાહેરાત લખી. ત્યારબાદ દુકાનદારોને આ જાહેરાત તેમના લોકલ વોટ્સએપ ગૃપમાં ફોરવર્ડ કરવા વિનંતી કરી અને તેમને વચન આપ્યું કે જો તેમના દ્વારા કોઈ વ્યક્તિ કંપનીમાં જોડાય અને બે અઠવાડિયા સુધી કામ કરે, તો તેમને 200 રૂ. મળશે.”

અભિલાષનો આ જુગાડ કામ કરી ગયો. તેને માત્ર એક જ અઠવાડિયામાં 20 ટેક્નિશિયન મળી ગયા. અભિલાષનું માનવું છે કે, કેટલીકવાર સ્ટાન્ડર્ડ પદ્ધતિઓ કામ કરતી નથી, પરંતુ શૂન્યથી શરૂઆત કરવા જેવો બીજો કોઈ ઉત્તમ ઉપાય નથી.”

અભિલાષનો આ જુગાડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમની બુદ્ધિ અને સર્જનાત્મકતાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આને “શ્રેષ્ઠ ભારતીય જુગાડ” ગણાવ્યો છે. સાથોસાથ પોતાના આવા જ અનુભવો શેર પણ કર્યા છે. અભિલાષનું આ ઉદાહરણ દર્શાવે છે કે એન્ટરપ્રેન્યુર માટે બોક્સની બહારનું વિચારવું કેટલું મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો…ફેસબુક, વોટ્સએપ જેવી 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ: નેપાળ સરકારે કેમ લીધો આ નિર્ણય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button