અમદાવાદમાં બિઝનેસમેન CA પત્ની સાથે અકુદરતી સેક્સ માણતો, ડામ આપતો, સસરા પણ જાતિય શોષણ કરતા…

અમદાવાદ: પતિ-પત્ની પર બળાત્કાર કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે તો તેને અપરાધ ગણવો જોઈએ, આવી ભલામણ અગાઉ ગુજરાત હાઇકોર્ટ કરી ચૂકી છે. ત્યારે અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. CA પત્નીએ પોતાના બિઝનેસમેન પતિ પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાનો તથા ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. સાથોસાથ સસરા પણ તેની જાતિય સતામણી કરતા હોવાના પણ પત્નીએ આક્ષેપો કર્યા છે.
સસરાએ કપડાં ઉતારવા કહ્યું
અમદાવાદ DCB પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પતિ તથા સસરા સામે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, જાતિય સતામણી અને દહેજના આક્ષેપો કરીને ફરિયાદ નોંધાવી હતી. અરજદાર મહિલા પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જ્યારે પતિ પણ કરોડપતિ છે. જોકે, ઘટનાના દોઢ વર્ષ બાદ કરેલી ફરિયાદમાં પત્નીએ આક્ષેપ કર્યા છે કે, “મારો પતિ મને સિગારેટથી ડામ આપતો હતોં. પતિ અને સસરા દ્વારા મારુ શારિરિક શોષણ કરવામાં આવતું હતું. પતિ પાસે મારા પ્રાઇવેટ મોમેન્ટના ફોટોગ્રાફ હતા. પતિ દારૂનો બંધાણી છે. તે મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો.”
ફરિયાદમાં સસરા પર આક્ષેપ કરતા જણાવાયું છે કે, “એક દિવસ મારા સસરા પણ રૂમમાં આવી ગયા હતા અને મને કપડાં ઉતારવા જણાવ્યું હતું.” મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, “હું લગ્ન સમયે 10 કિલો ચાંદી અને 15 લાખ રૂપિયા રોકડા લાવી હતી તે પણ મને પરત અપાયા નથી.” પત્નીના આક્ષેપોને ફગાવતા પતિએ જણાવ્યું છે કે, “મારા હૃદયની સર્જરી કરાવવામાં આવી છે. મારા ઘરના લોકો વૃદ્ધ છે. તેની મારી પત્નીના આક્ષેપ પ્રમાણેની કોઈ કૃત્ય કરી શકે તેમ નથી.”
હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી
મહિલાની ફરિયાદને લઈને સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પતિ અને સસરાએ ધરપકડથી બચવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી મહિલા આરોપીની બીજી પત્ની છે. પહેલી પત્નીએ પણ ભૂતકાળમાં ફરિયાદી મહિલા જેવા આક્ષેપો આરોપી પર લગાવ્યા છે. જેથી આરોપીની કસ્ટડી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી પતિએ પહેલી પત્ની પાસેથી વર્ષ 2020માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ તેણે એક CA મહિલા સાથે લગ્ન કર્યા હતા. ફરિયાદી પત્નીના આક્ષેપ મુજબ વર્ષ 2022 થી 2024 દરમિયાન આ બનાવ બન્યો હતો. જેને લઈને તેના દ્વારા ઓક્ટોબર, 2025માં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ એક પારિવારિક વિવાદ છે.
આપણ વાંચો: રબારી સામે આંગળી ચીંધનારને આંગળી કપાઈ જવાનો ડર હોવો જોઈએ, કોંગ્રેસના ટોચના નેતાનું વિવાદાસ્પદ નિવેદન



