અમદાવાદમાં બિલ્ડરની હત્યા! મર્સિડીઝ કારની ડેકીમાંથી મળી લાશ, 3 જણની ધરપકડ

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ શહેર પોલીસ સામે પડકાર સમાન છે. બે દિવસ પહેલા પાલડીમાં યુવકની હત્યા બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરીથી એક ચોંકાવનારો બનાવ બન્યો છે.
વિરાટનગર ઓવર બ્રિજ નીચે પાર્ક કરેલી GJ-01-KU-6420 નંબરની સફેદ રંગની મર્સિડીઝ કારની ડેકીમાંથી બિલ્ડરની લાશ મળી આવતા શહેરમાં ખળભળાટ મચ્યો છે. મૃતકની ઓળખ પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમત રૂડાણી તરીકે થઈ છે.
આપણ વાંચો: હરિયાણામાં હત્યાના કેસમાં ફરાર આરોપી મીરા રોડથી ઝડપાયો
તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા
મોડી રાતે કારમાંથી આવતી તીવ્ર દુર્ગંધને પગલે રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં કારની ડેકીમાંથી એક લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
હિંમતભાઈ પોતાના કન્સ્ટ્રક્શન સાઇટ પર જવા માટે નીકળ્યા હતા, પરંતુ પાછા ફર્યા ન હતા. મોબાઈલ કૉલ ડીટેલ્સ અને CCTV ફૂટેજના આધારે પોલીસે ઝડપી તપાસ શરૂ કરી છે.
આપણ વાંચો: અમદાવાદના વિરાટ નગરમાં છરી વડે બિલ્ડર પર હુમલો કરીને હત્યારા થયા ફરાર, સારવાર દરમિયાન નિપજ્યું મોત
ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓની ધરપકડ
પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હત્યાના આરોપમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીર એમ ત્રણની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પૈસાની લેવડ-દેવડના વિવાદને કારણે આ હત્યા થઈ હોવાની આશંકા છે. જો કે, આરોપીઓની પુછપરછ કરીને પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.