અમદાવાદના બહેરામપુરામાં આવેલ ફકીર મુખીની ચાલીમાં દિવાલ ધરાશાયી! એક વ્યક્તિનું મોત | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદના બહેરામપુરામાં આવેલ ફકીર મુખીની ચાલીમાં દિવાલ ધરાશાયી! એક વ્યક્તિનું મોત

અમદાવાદ: અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ફકીર મુખીની ચાલીમાં દિવાલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે. દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે.

આ દરમિયાન એક વ્યક્તિ ઘાયલ થતા તેને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ દિવાલની નીચે દુકાનો હતી અને દિવાલ ઘસી પડતા નીચે બેઠેલા બંને વ્યક્તિઓ ઈજા થઈ હતી. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આપણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાજકોટ Hirasar Airportની પ્રોટેકશન દિવાલ ધરાશાયી

આ દિવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતીઃ સૂત્ર

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મરનાર વ્યક્તિ (ઉંમર વર્ષ 23) બેંકમાં લોનનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજો વ્યક્તિ રીક્ષા ડ્રાઇવર હોવાનું જાણવા મળ્યું છે.

આ દિવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાનું પ્રાથમિક તપાસમાં દરમિયાન પ્રકાશમાં આવ્યું છે. અત્યારે કોર્પોરેશન દ્વારા નોટિસ લગાવામાં આવી હતી. પરંતુ ચર્ચાની વાત એ છે કે, આવી દુર્ઘટના સર્જાઈ તે બાદ જ કેમ નોટિસ લગાવવામાં આવી? આ પહેલા તંત્ર શું કરી રહ્યું હતું?

આપણ વાંચો: Vadodara માં શાળાની બેદરકારી, દિવાલ ધરાશાયી થતા બે બાળક ઘાયલ

શું તંત્રને ખબર નહીં હોય કે શહેરમાં કેટલી ઇમારતો જર્જરિત છે?

પ્રશ્ન એ પણ થયા છે કે, શું તંત્ર આવી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હતું? હવામાન વિભાગ દ્વારા કેટલાય સમયથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

એટલું જ નહીં પરંતુ શહેરમાં જે પણ ઇમારતો જર્જરિત છે, તેની જાણકારી તંત્ર પાસે રહેતી જ હોય છે. તો પછી કેમ આવા મકાનોનું સમારકામ કરાવવા માટે તંત્ર દ્વારા પહેલા કોઈ સૂચના કે આદેશ આપવામાં ના આવ્યો? ખેર જોવાનું એ કે આ મામલે કેવી તપાસ કરવામાં આવે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button