Ahmedabad એરપોર્ટ પર મુસાફરો પાસે વસુલાતા ફૂડના અસહ્ય ભાવ , મુસાફરે રેટ કાર્ડ શેર કર્યું

અમદાવાદ : અમદાવાદના(Ahmedabad)સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર મુસાફરો પાસે ફૂડના વસુલતા વધુ ભાવને એક મુસાફરે ઉધાડી લુંટ સાથે સરખાવી છે. જેમાં હાલમાં એક મુસાફરે સોશિયલ મીડિયામાં આ અંગે લખ્યું છે કે એરપોર્ટ ટર્મિનલ-2 પર ચા રૂપિયા 240 અને ઈડલી 300 રૂપિયામાં અને વડાપાંવ 270 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. મુસાફરે આ ફૂડ રેટના કાર્ડનો ફોટો પણ એક્સ એકાઉન્ટ પર શેર કર્યો છે.
એરપોર્ટ મેનેજમેન્ટે તેનો પ્રતિભાવ આપ્યો
જ્યારે આ ફૂડના વધુ ભાવને ઉધાડી લુંટ સાથે સરખાવીને નલિન નામના મુસાફરે પોતાની પોસ્ટમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રી અને એરપોર્ટ મેનેજમેન્ટને ટેગ કર્યા છે. નલીને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ધોળા દિવસે લૂંટ, અમદાવાદ એરપોર્ટના એકમાત્ર કાર્યરત આઉટલેટ T2 પર ખાદ્ય પદાર્થોના અસહ્ય ભાવ જુઓ, ચા 240 રૂપિયા, ઈડલી 300 રૂપિયા અને વડાપાંઉ 270 રૂપિયા. શું આ શક્ય છે ? નલિનની આ પોસ્ટ વાયરલ થયા બાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ મેનેજમેન્ટે તેનો પ્રતિભાવ આપ્યો છે.
આપણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી અબુધાબીથી આવેલા કપલ પાસેથી 13 કરોડની લકઝરી ઘડિયાળી ઝડપાઈ
ઊંચા ભાવે વસ્તુ ખરીદવી અનિવાર્ય બની
આ પોસ્ટમાં મેનેજમેન્ટે લખ્યું, પ્રિય નલિન, અમને જણાવવા બદલ આભાર. અમે તમારા પ્રતિભાવની નોંધ લીધી છે. અમે આ બાબત સંબંધિત ટીમ સાથે શેર કરી છે. અમે તમને જણાવવા માંગીએ છીએ કે કિંમતો અન્ય એરપોર્ટ સાથે સુસંગત છે. કેટલાક ફૂડ અને બેવરેજ આઉટલેટ્સ પર કોમ્બો મીલ્સ અને ઑફર્સ ઉપલબ્ધ છે.
તમે અન્ય ફૂડ આઉટલેટ વિકલ્પો પણ શોધી શકો છો. એરપોર્ટ મેનેજમેન્ટના જવાબ બાદ નલિને આગળ લખ્યું કે માત્ર એક જ કાર્યરત આઉટલેટ હોવાથી મુસાફરો પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી જેના કારણે ઊંચા ભાવે વસ્તુ ખરીદવી અનિવાર્ય બની છે.
આપણ વાંચો: Ahmedabad એરપોર્ટ પર ખરાબ હવામાનના લીધે સંખ્યાબંધ ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા
શું કોઈ સ્પર્ધા ચાલી રહી છે?
જોકે, તેની બાદ નલીને પૂછ્યું છે કે શું આવી સ્પર્ધા અન્ય કોઇ એરપોર્ટ સાથે પણ ચાલી રહી છે. મારી ચિંતા એ છે કે લૂંટફાટનો એક જ રસ્તો છે અને બીજા કોઈ વિકલ્પો નથી. મહેરબાની કરીને કયા ભાવે શું ઓફર કરવામાં આવી રહ્યું છે તેના પર ફરી વિચાર કરો.
મુંબઈ એરપોર્ટનો કિસ્સો પણ ચર્ચામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે ગયા વર્ષે કૌશિક મુખર્જી નામના મુસાફરે મુંબઈ એરપોર્ટ પર ફૂડ સ્ટોલ પરના ભાવ પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યાં પાણીપુરી 333 રૂપિયા પ્રતિ પ્લેટ વેચાઈ રહી હતી. અમદાવાદ એરપોર્ટની સાથે મુંબઈ એરપોર્ટનો કિસ્સો પણ ચર્ચામાં આવ્યો છે.