દુનિયાના સૌથી જોખમી એરપોર્ટ્સમાં અમદાવાદનો પણ નંબર છે, જાણો જોખમનું કારણ શું?

અમદાવાદઃ અમદાવાદમાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ardar Vallabhbhai Patel International Airport) આપણને ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વની સૌથી જોખમી એરપોર્ટ (world’s Most dangerous airports)ની યાદીમાં બારમું સ્થાન ધરાવે છે. બારમી જૂનના અમદાવાદમાં પ્લેન ક્રેશ પછી એરપોર્ટની આસપાસનો વિસ્તાર અને રહેવાસી ઈમારતો પર જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે વધતા શહેરીકરણ નવી સમસ્યાનું નિર્માણ કરી શકે છે. એક અભ્યાસ પ્રમાણે શહેરીકરણથી સૌથી વધુ ઘેરાયેલા વિશ્વના ટોચના 50 એરપોર્ટમાં અમદાવાદ (Ahmedabad)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જી, હા અમદાવાદનું આ એરપોર્ટ જોખમી હોવાનું એક અભ્યાસમાં પ્રમાણિત થયું છે. ચાલો વિગતે ચર્ચા કરીએ.
જોખમી એરપોર્ટમાં મુંબઈ મોખરે
વધતા શહેરીકરણની અસરને લીધે વિશ્વના સૌથી જોખમવાળા એરપોર્ટની યાદીમાં ભારતના 8 એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport, Mumbai) પ્રથમ ક્રમાંકે અને અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ બારમા ક્રમે છે. આ અભ્યાસમાં એરપોર્ટની આસપાસના 15 કિલોમીટરના વિસ્તારમાં વધતા રહેવાસી વિસ્તારના આધારે જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે જેટલા પ્રમાણમાં એરપોર્ટની આસપાસ વધારે વસ્તી હોત તેટલો વધારે પ્લેનક્રેશ અને પ્રદૂષણનો ખતરો રહેતો હોય છે.
આ પણ વાંચો: તો પહેલી જૂનથી ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓને વધુ ભાડું ચૂકવવું પડશે…
1937માં બનાવ્યું હતું એરપોર્ટ
અમદાવાદમાં તાજેતરના પ્લેનક્રેશ બાદ રહીશો હજુ પણ ભયમાં છે. એરપોર્ટ નજીક સિવિલ હોસ્પિટલ અને રહેણાંક વિસ્તારમાં અવાજ અને સુરક્ષા મુદ્દે લોકોમાં અસંતોષ છે. અમદાવાદનું એરપોર્ટ 1937માં બન્યું હતું. એરપોર્ટ બન્યું ત્યારે અમદાવાદની વસ્તી 3.10 લાખ હતી. જેની સામે અત્યારે 93 લાખ જેટલી થઈ ગઈ છે. જોકે, લોકો હવે એરપોર્ટની પાસે પણ બાંધકામ કરવા લાગ્યાં છે.
ધોલેરામાં એરપોર્ટ બનાવવાની યોજના
મહત્વની વાત એ છે કે, આ બાંધકામ માટે જે તે જવાબદાર વિભાગ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવે છે! જેથી અમદાવાદનું એરપોર્ટ જોખમી એરપોર્ટની યાદીમાં આવ્યું છે. હવે નવા એરપોર્ટ માટે 6-8 કિમી ખુલ્લા વિસ્તારની ગાઇડલાઇન અપાય છે અને એવા વિસ્તારમાં ધોલેરા એરપોર્ટ બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે.