અમદાવાદ પ્લેન ક્રેશ 'તપાસ'માં ગરબડ? પાઇલટ્સ ફેડરેશને ન્યાયિક તપાસની કરી માંગ | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ ‘તપાસ’માં ગરબડ? પાઇલટ્સ ફેડરેશને ન્યાયિક તપાસની કરી માંગ

અમદાવાદ/નવી દિલ્હી: અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે ચાલતી તપાસ મામલે ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ તપાસ કોર્ટની રચના કરવાની માંગ કરવામાં આવી છે. FIP એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ માંગણી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપ એવો લગાવ્યો છે કે, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો જે તપાસ કરવામાં આવી તેમાં કઈ ગોટાળો થયો છે!

શું આ તપાસમાં ખરેખર ગેરરીતિ કરવામાં આવી?

આ દુર્ઘટના અંગે પાઇલટ સંગઠને આરોપ લગાવ્યો છે કે, એએઆઈબીના અધિકારીઓ દ્વારા કાર્યવાહી અને નૈતિક ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા, જેમાં કેપ્ટન સુમિત સભરવાલના 91 વર્ષીય પિતાના નિવાસસ્થાનની અનિચ્છનીય મુલાકાતનો સમાવેશ થાય છે, જ્યાં તેમણે કથિત રીતે પસંદગીયુક્ત કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) અર્થઘટન અને સ્તરીય ધ્વનિ વિશ્લેષણનો ઉપયોગ કરીને પાઇલટની ભૂલ સૂચવી હતી. શું આ તપાસમાં ખરેખર ગેરરીતિ કરવામાં આવી છે? આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે?

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં પ્લેન ક્રેશઃ 16 વિદ્યાર્થી સહિત ૧૯નાં મોત, મૃત્યુઆંક વધવાની શંકા…

તપાસ પૂર્ણ થાય તે પૂર્વે નિર્ણય લેવાની ઉતાવળ શા માટે?

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે આ ઘટના વિશે જે રીતે પૂર્વધારણા બનાવવામાં આવી હતી, તે સ્પષ્ટ છે કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં નિર્ણય લેવાની ઉતાવળ કરી લેવામાં આવી હતી. આમાં વિમાન નિયમ 2017ના નિયમ 17(5)નો ભંગ કરવામાં આવ્યો છે, જે કોકપિટ રિકોર્ડિંગના ખુલાસા પર રોક લગાવે છે. જેથી ફરી ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. FIP એ પ્રસ્તાવ મૂક્યો હતો કે તપાસનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે અને વિમાન જાળવણી, એવિઓનિક્સ, માનવ પરિબળો અને ફ્લાઇટ કામગીરીના સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા સહાય કરવામાં આવે!

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનવણી, કોર્ટે કહ્યું પાયલોટને જવાબદાર ઠેરવવા દુર્ભાગ્યપૂર્ણ બાબત

તપાસ સ્વતંત્રતાના લઘુત્તમ ધોરણને પૂર્ણ કરવામાં નિષ્ફળ

આ પહેલા જે વિમાન દુર્ઘટનાઓ બની હતી તે અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમ કે 2010માં મેંગલોર એર ઇન્ડિયા એક્સપ્રેસ દુર્ઘટના જેની તપાસ સેવાનિવૃત એર માર્શલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. FIPનું કહેવું એવું છે કે, વર્તમાન AAIB તપાસ સ્વતંત્રતાના લઘુત્તમ ધોરણને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. એટલું જ નહીં પરંતુ ચેતવણી આપી હતી કે, આના કારણે ભારતની ઉડ્ડયન સલામતી વિશ્વસનીયતાને નુકસાન થશે અને સરકાર આંતરરાષ્ટ્રીય તપાસના દાયરામાં પણ આવી શકે છે.

આ પણ વાંચો : રશિયામાં પ્લેન ક્રેશ: હેલિકોપ્ટરને મળ્યો વિમાનનો ‘સળગતો ભાગ’, જુઓ વાયરલ વીડિયો

આ માંગ ફક્ત પાઇલટના વારસાને બચાવવાની નથી

સંઘ દ્વારા ન્યાયિક સમિતિ સાથે આની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે, અને સાથે એએઆઈબીની ટીકા પણ કરવામાં આવી હતી. સંઘનું કહેવું છે કે, અકસ્માતની તપાસ દોષ વહેંચવા માટે નહીં પરંતુ સલામતી નિવારણ માટે કરવામાં આવતી હોય છે. એફઆઈપીએ પણ કહ્યું કે, આ માંગ ફક્ત પાઇલટના વારસાને બચાવવાની નથી, પરંતુ ભારતની હવાઈ દુર્ઘટનાની તપાસની વિશ્વસનીયતાને બચાવવાની છે, જેથી ફરી તેની ન્યાયિક તપાસ થવી જ જોઈએ. કેપ્ટન સભરવાલના પિતાએ પણ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે કેવી તપાસ કરવામાં આવે છે?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button