Ahmedabad લીંબડી હાઇવે પર અકસ્માત, એક વ્યક્તિનું મોત
અમદાવાદ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ(Ahmedabad)હાઇવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જયારે એક વ્યક્તિને ગંભીર હાલત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે.
ત્યારે પાણશીણા ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલી કાર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્દશ્યો સર્જાયા હતા.
આ ઘટનાની જાણ થતા લીંબડી પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડવાની સાથે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.
આપણ વાંચો: તહેવાર ટાણે જ માતમ છવાયો: AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત
વડોદરામાં પૂરઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો
જ્યારે બીજી તરફ ગત રાત્રે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ પાસે પૂર ઝડપે આવતી કાર પલટી ખાઈ ગઇ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને કારમાં સવાર યુવાનો જોડે બોલાચાલી થઇ હતી.
બીજી તરફ કારમાંથી દારૂની બે બોટલ પણ મળી આવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા પીસીઆર વાન આવી પહોંચી હતી. આ ઘટનામાં પોલીસે કાર માલિક સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
ગુનો દાખલ કરવામાં આવ્યો
પોલીસ તપાસ દરમિયાન ગાડીમાંથી દારૂની એક બોટલ મળી આવી હોવાથી ગાડી માલિક આકાશ વસાવા
વિરુદ્ધમાં દારૂનું સેવન અને મુદ્દામાલ રાખવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગાડી ચાલક અને માલિક સિવાયના કારમાં સવાર બે યુવક વિરુદ્ધમાં દારૂનું સેવન કરેલ હોવાથી તેમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.