અમદાવાદના ઈસનપુરમાં 2,550 લિટર દારુ ઝડપાયો, એક જણની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ શહેરનાં ઈસનપુર ઘોડાસર બ્રિજ પાસે પોલીસે બાતમીના આધારે દેશી દારૂના જથ્થા ભરેલ વાહનને ઝડપી લીધું હતું. પોલીસે મીણીયાના થેલામાં ભરેલી પોલીથીનની થેલીઓમાંથી 2550 લિટર દેશી દારૂનાં જથ્થા સહિત કુલ 10.68 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.
10.68 લાખનો મુદ્દામાલ જપ્ત
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને મળેલી ખાનગી બાતમીનાં આધારે ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા તથા સ્ટાફે 23 માર્ચના રોજ સવારે ઈસનપુર ઘોડાસર બ્રિજ પાસે કાર્યવાહી હાથ ધરી હતી.
આપણ વાંચો: Vadodara થી અમદાવાદ લવાતા રૂપિયા 73 લાખના દારૂના જથ્થા સાથે બેની ધરપકડ
આ દરમિયાન એક મીની અશોક લેલેન્ડ ગાડીમાંથી મીણીયાના થેલામાં ભરેલી પોલીથીનની થેલીઓમાંથી કુલ 2550 લિટર દેશી દારૂનો જથ્થો કે જેની કિંમત રૂ. 5,10,000, મીની અશોક લેલેન્ડ ગાડી કે જેંઇ કિંમત રૂ. 5,50,000 તથા એક મોબાઈલ ફોન કે જેની કિંમત રૂ. 8000 મળી આવ્યા હતા. આમ, કુલ રૂ. 10,68,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઈસનપુર પોલીસ સ્ટેશને દાખલ કર્યો ગુનો
આ કેસમાં પોલીસે સરખેજનાં આરોપી રફીક ઉર્ફે બાદશાહ સુલેમાનભાઈ જાતે જાદવ (ઉં. વ. 39 વર્ષ )ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઈસનપુર પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2) મુજબ ગુનો દાખલ કર્યો છે.