Plane Crash: રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ સંવેદના વ્યક્ત કરી, સોનિયા ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કર્યં | મુંબઈ સમાચાર

Plane Crash: રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ સંવેદના વ્યક્ત કરી, સોનિયા ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કર્યં

અમદવાદ: આજે ગુરુવારે એર ઇન્ડિયાનું પ્લેન મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 150 જેટલા લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જો કે મૃત્યુઆંક ઝડપથી વધી શકે છે. આ ઘટનામાં હોસ્ટેલમાં રહેલા સંખ્યાબંધ ઇન્ટર્ન ડોક્ટર્સના મોતની પણ આશંકા છે, જો આ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા લખ્યું, અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ એક હૃદયદ્રાવક દુર્ઘટના છે. મારી સંવેદના અને પ્રાર્થનાઓ અસરગ્રસ્ત લોકો સાથે છે. આ દુઃખની ઘડીમાં રાષ્ટ્ર તેમની સાથે ઉભું છે.

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે લખ્યું, “અમદાવાદમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ભયાનક માનવીય દુર્ઘટના છે. મારી સંવેદના અને પ્રાર્થનાઓ અસરગ્રસ્ત તમામ લોકો સાથે છે. આ દુઃખની ઘડીમાં, રાષ્ટ્ર તેમની સાથે એકતામાં ઉભું છે.”


કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું, “અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી હું ખૂબ જ આઘાતમાં છું અને દુઃખી છું. મારી સંવેદનાઓ મુસાફરો અને ક્રૂના પરિવારો સાથે છે. દ્રશ્યો ખૂબ જ હૃદયદ્રાવક છે. આખો દેશ શોકમાં ડૂબી ગયો છે અને પ્રાર્થના કરી રહ્યો છે.”

આ પણ વાંચો -‏‏‎ અમદાવાદમાં પ્લેન ક્રેશ: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત…

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કહ્યું, “… હું મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મારી શ્રદ્ધાંજલિ અને સંવેદના વ્યક્ત કરું છું. સરકારે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અને જ્યાં વિમાન ક્રેશ થયું છે તે વિસ્તારમાં રહેતા લોકોની તાત્કાલિક મદદ કરવી જોઈએ… કોંગ્રેસના નેતાઓ પણ આ ઘટનામાં રાહત માટે લોકોને મદદ કરશે. આ અકસ્માતની તપાસ થવી જોઈએ…”

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button