સિંહ બાદ હવે ગુજરાત વાઘોનું પણ ઘર બનશે? આ વિસ્તારમાં ટાઈગર રિઝર્વ સ્થાપવા ચર્ચા શરુ

અમદાવાદ: દુનિયાભરમાં એશિયાટિક સિંહો માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે, ગુજરાતના વિવિધ પ્રદેશોમાં દિપડા પણ જોવા મળે છે. હવે ગુજરાતમાં બિલાડી કૂળના વધુ એક પ્રાણી વાઘની હાજરી પણ (Tiger spotted in Gujarat) નોંધાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ત્રણ વર્ષનો નર વાઘ મધ્યપ્રદેશને અડીને આવેલા દાહોદ જીલ્લામાં અવરજવર કરતો જોવા મળી રહ્યો છે. જેના કારણે દાહોદમાં રતનમહાલને વાઘ અભયારણ્ય તરીકે વિકસાવવા અંગે વિચારણા (Tiger Sanctuary in Ratanmahal) કરવામાં આવી રહી છે.
પુખ્ત વયનો એક નર વાઘ આ વર્ષે ફેબ્રુઆરીમાં બોર્ડર નજીક ફરતો જોવા મળ્યો હતો. રતનમહાલના જંગલ વિસ્તારમાં લગાવવામાં આવેલા કેમેરા ટ્રેપમાં આ વાઘ મે અને જુન મહિના દરમિયાન વારંવાર કેપ્ચર થયો હતો. અધિકારીઓના મતે વાઘ મધ્યપ્રદેશના કાઠીવાડા પ્રદેશમાંથી રતનમહાલમાં પ્રવેશ્યો હોઈ શકે છે, મે મહિનામાં તેને આ વિસ્તારમાં શિકાર પણ કર્યો હતો.
વાઘ અભયારણ્ય વિકસાવવા અંગે ચર્ચા:
છ વર્ષમાં આ પ્રદેશમાં બીજો વાઘ દેખાયો છે. જેના કારણે વન્યજીવ અધિકારીઓએ કેન્દ્ર સરકારના ટાઈગર્સ આઉટસાઈડ ટાઈગર રિઝર્વ(TOTR) પ્રોજેક્ટના ભાગ રૂપે દાહોદમાં રતનમહાલને વાઘ અભયારણ્ય તરીકે વિકસાવવાની શક્યતાઓ અંગે ચર્ચા શરુ કરી છે.
અહેવાલ મુજબ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટી(NTCA) ની ટીમે તાજેતરમાં રતનમહાલની મુલાકાત લીધી હતી. આ ટીમે સ્થાનિક વન અધિકારી સાથે ટાઈગર રીઝર્વ માટે આ વિસ્તાર કેટલો યોગ્ય છે તેનું મૂલ્યાંકન કર્યું હતું.
ગુજરાતમાં વાઘોને મળશે રક્ષણ:
TOTR પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સંરક્ષિત વિસ્તારોની બહાર રહેતા વાઘની દેખરેખ કરવાનું અને માનવ અથડામણ ટાળવાનું છે. આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ હેઠળ વાઘને તેના નિવાસસ્થાનો વચ્ચે સુરક્ષિત કોરિડોર પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી વાઘોને શિકાર સામે રક્ષણ આપી શકાય.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર પ્રવાસી વિશ્વાસ કુમાર હાલમાં ક્યાં છે અને કેવી હાલતમાં છે, જાણો નવી અપડેટ
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલએ TOTR પ્રોજેક્ટમાં ગુજરાત સામેલ કર્યું ન હતું. જોકે, હવે ગુજરાતમાં વાઘની હાજરીને કારણે અધિકારીઓ વિસ્તારની સમીક્ષા કરી રહ્યા છે.
અધિકારીના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર વાઘની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે. અધિકારીઓ એવી આશા રાખી રહ્યા છે રતનમહેલ વિસ્તારમાં ફરી રહેલા નર વાઘ માદા વાઘ મળે, બંનેના સહવાસથી આ વિસ્તારમાં વાઘોનો વસવાટ વધે.
નોંધનીય છે કે, દાહોદનું રતનમહાલમાં 101 સ્લોથ રીંછનું પણ નિવાસ સ્થાન છે.