દારુના કેસમાં ફસાવવાની ધમકીઃ અમદાવાદમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

અમદાવાદ: ભ્રષ્ટાચારની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ હોય તેમ રોજ એકાદ ઘટના પ્રકાશમાં આવતી રહે છે. થોડા દિવસ પૂર્વે જ ગુજરાતમાં ડેપ્યુટી કલેકટરને લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝપડી લીધી હતી ત્યારે અમદાવાદનાં નારોલ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલને લાંચ લેતો ઝડપ્યો છે.
નારોલ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ
પ્રાપ્ત વિગતો અનુસાર આ કેસનાં ફરિયાદી પહેલા દારૂનો ધંધો કરતાં હતા અને છેલ્લા ચારેક માસથી તેમણે દારૂનો ધંધો બંધ કરી દીધો હતો. આરોપી નારોલ પોલીસ સ્ટેશનનાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાતવતા વનરાજસિંહ વલકુભાઈ વાળાએ ફરીયાદી પાસે રૂ.2500ની માંગણી કરી હતી. જો પૈસા ના આપે તો દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી.
આપણ વાંચો: ACB એ રંગે હાથે ઝડપ્યો લાંચિયો નાયબ મામલતદાર: અરજી મંજૂર કરવા માંગી એક લાખની લાંચ…
ACBએ રંગે હાથે ઝડપ્યા
આથી જેથી જે તે સમયે આરોપીએ ફરીયાદી પાસેથી 1000 હજાર રૂપિયા લઈ લીધા હતા અને બાકી રૂ.1500 આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ફરિયાદીએ આ અંગે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને તેની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આરોપી લાંચ લેતા ઝડપાય ગયો હતો.
ગઇકાલે ઝડપાયા હતા નાયબ મામલતદાર
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ACBએ મામલતદાર કચેરીનાં હાલ ફરજ મોકુફ નાયબ મામલતદાર પ્રવિણભાઇ પરમાર અને ટાઇપીંગ કરનારા નિતેષકુમાર રાજન નામના બે શખ્સને રંગે હાથે ઝડપી લીધા હતા. ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરી આપવાના અને અપીલના કાગળો મેળવી આપવા લાંચની માંગ કરી હતી.