એસીબીની કાર્યવાહી, અમદાવાદમા આરોગ્ય અધિક સચિવ 15 લાખની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ: ગુજરાતમા એસીબી દ્વારા લાંચ લેતા ક્લાસ-1 અધિકારીને ઝડપ્યા છે. જેમા અમદાવાદમાં ક્લાસ-1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે,આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગીરીશ પરમાર પણ લાંચ લેતા ઝડપાયા છે. આ કેસમા ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખની લાંચ માગી હતી ફરિયાદની તરફેણમાં કામગીરી કરવા લાંચ માગી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોકટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામા આવી હતી
આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ )તરીકે ફરજ નિભાવેલ હતી. આ દરમ્યાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડીકલ પ્રેક્ટીસ બાબતે કાર્યવાહી કરતાં ફરીયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને થયેલ હતી. જેથી ફરિયાદી તથા તેઓના સાથી ડોકટરને ફરજ મૌકુફ કર્યા હતા. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોકટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવા માં આવેલ હતી. જ્યારે તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024 માં પુર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025મા જમા કરાવેલ હતો.
પ્રાથમિક તપાસમાં તરફેણના કામે માંગી લાંચ
આ દરમિયાન આરોપી નં-2 વચેટીયા એ ફરીયાદીનો સંપર્ક કરી ને ફરીયાદી તથા તેમના સાથી ડોકટર બંને વિરુધ્ધની પ્રાથમિક તપાસના કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોપી નંબર 1 સાથે મીટીંગ કરવા બોલાવેલ હતા. જેથી ફરીયાદી અને તેમના સાથી ડોકટર મિત્ર ગાંધીનગર ખાતે જઇ બંને આરોપીઓને રૂબરૂ માં મળી વાતચીત કરતા ફરીયાદી અને તેમના સાથી ડોકટર એમ બંનેના રૂપિયા 30,00,000 ની લાંચની માંગણી કરી હતી. તે પૈકી રૂપિયા 15,00,000 એડવાન્સ અને બાકીના ફરીયાદીનું કામ થઇ ગયા પછી આપવાનો વાયદો થયેલ હતો.
આ પણ વાંચો: દાહોદના પીપોદરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય લાંચ લેતા ઝડપાયા
હેતુલક્ષી વાતચીત કરી લાંચ નાં નાણાં સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયેલ છે
ત્યારબાદ આરોપી નં-2 ફરીયાદીને ટેલીફોન કરી નાણાંની માંગણી કરતા હતા. પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા એસીબીએ લાંચનાં છટકુ ગોઠવ્યું હતું. આ લાંચનાં છટકા દરમ્યાન આરોપી નં-2 નાએ ફરીયાદીને પોતાના ઘરે લાંચના નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા સ્વીકારી રંગેહાથ પકડાયા હતા.