UGVCLમાં જુનિયર આસિસ્ટન્ટ 15,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો...
અમદાવાદ

UGVCLમાં જુનિયર આસિસ્ટન્ટ 15,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો…

અમદાવાદઃ અમદાવાદ ખાતે યુજીવીસીએલ (ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના ચાંગોદર સબ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટ ધનરાજ દીપકકુમાર પટેલ રૂપિયા 15,000/-ની લાંચ લેતા ઝડપાયાં છે. ફરિયાદી લાંચ આપવા ના માંગતા હોવાથી એસીબીને જાણ કરી હતી. એસીબીને ફરિયાદ મળતા છટકું ગોઠવવામાં આવ્યું અને જુનિયર આસિસ્ટન્ટની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે. એસીબી દ્વારા છાશવારે આવા ભ્રષ્ટ સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવતી હોય છે.

કામ પતાવવાના બદલામાં વ્યવહારપેટે માગી લાંચ

આ મામલે વિવતે વાત કરવામાં આવે તો ફરિયાદીની ફાર્મા કંપનીમાં મીટરનાં લોડ વધારા માટે યુજીવીસીએલની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી જે અંગેની ઓનલાઇન ફી પણ ભરી હતી. જે મીટર લોડ વધારાનું તમામ કામ પતાવી આપવા માટે વ્યવહાર પેટે આરોપીએ ફરિયાદી પાસેથી 15,000 રૂપિયા લાંચની માંગણી કરી હતી. આજ રોજ આ લાંચની રકમ રૂપિયા 15,000/- આપવા માટે વાયદો કરવામાં આવ્યો છે. જો કે, ફરિયાદીએ આ મામલે એસીબીને જાણ કરી દીધી હતી.

આરોપીને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂપિયા 15,000 સ્વીકારતા એસીબીએ રંગે પકડી પાડવામાં આવ્યાં હતાં.

એસીબીએ આરોપી જુનિયર આસિસ્ટન્ટની ધરપકડ કરી

યુજીવીસીએલ ચાંગોદર સબ ડીવીઝનમાં વર્ગ- 3ના જુનિયર આસિસ્ટન્ટ ધનરાજ દિપકકુમાર પટેલની ચાંગોદર સબ ડીવીઝન સી/210, પ્રણવ એપાર્ટમેન્ટ, સાઇબાબા મંદીરની પાછળ, સતાધાર, ધાટલોડીયાથી ઝરપકડ કરી લેવામાં આવી છે. એસીબીએ આરોપી જુનિયર આસિસ્ટન્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. એસીબીએ જાહેર જનતાને પણ વિનંતી કરી છે કે, લાંચ માંગતી કોઈ પણ સરકારી કર્મચારી સામે ફરિયાદ નોંધાવે જેથી ભ્રષ્ટાચાર સામે એસીબી કાર્યવાહી કરી શકે.

આ પણ વાંચો…ઓનલાઈન લાંચ લેવી મોંઘી પડી: અમદાવાદ RTOના ક્લાર્ક 800 રુપિયાની લાંચ લેતા ઝડપાયા

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button