અમદાવાદ

અમદાવાદની કોલેજના ટ્રસ્ટી સામે ₹ 3 લાખની લાંચનો ગુનો: વોચમેન રંગેહાથ ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત એસીબી (એન્ટિ કરપ્શન બ્યુરો) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંચીયા સરકારી અધિકારીઓ સામે તો કાર્યવાહી કરવામાં આવે જ છે, પરંતુ આજે એક કોલેજના ટ્રસ્ટી સામે લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ACB એ ગુલબાઈ ટેકરા પાસે આવેલી એમએમ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના ટ્રસ્ટી અને વર્ગ-4ના કર્મચારી સામે રૂપિયા 3 લાખના લાંચ કેસમાં ગુનો દાખલ કર્યો છે.

એસીબીએ વોચમેનને રૂપિયા લેતા ઝડપી પાડ્યો

મળતી જાણકારી પ્રમાણે અત્યારે એસીબી દ્વારા વોચમેનર લીમનોહર રામલાલજી જંડોલની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, આરોપી ટ્રસ્ટી, તિમિરભાઈ વિનુભાઈ અમીન હજી ફરાર છે, તેને શોધવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. વિગતો એવી છે કે, આરોપી ટ્રસ્ટીએ નિવૃત્ત આચાર્ય પાસે નિવૃતિ બાદની પેન્શન,GPA(ગ્રેડ પોઇન્ટ એવરેજ) અને રજાના પૈસા રોકડમાં રૂપાંતરિત કરવા માટેની ફાઇલમાં સહી કરવા માટે 5 લાખ રૂપિયાની લાાંચ માંગી હતી. જેમાંથી બે લાખ તો પહેલા જ આપી દેવામાં આવ્યાં હતાં.

લાંચનો મુખ્ય આરોપી અને કોલેજનો ટ્રસ્ટી ફરાર થયો

આ સાથે બાકી રહેતા ત્રણ લાખ રૂપિયા લેવા માટે ટ્રસ્ટ્રીએ કોલેજના વોચમેનને કહ્યું હતું. આ બાબતે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. જેથી આ ગુનેગારોને ઝડપી પાડવા માટે એસીબી દ્વારા એક ઝટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદી પાસેથી ત્રણ લાખ રૂપિયા લેતા વોચમેનને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ બંને સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button