અમદાવાદ

Gujaratમાં એબીવીપીનું આંદોલન બન્યું ઉગ્ર, અનેક જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ

એસસી એસટી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ ક્વોટામાં આપવામાં આવતી સ્કોલરશીપ બંધ કરવાનો પરિપત્રનો વિરોધ

અમદાવાદઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતાં આજે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ પ્રદર્શનકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. અમદાવાદમાં એબીવીપી દ્વારા ગુજરાત યુનિવર્સિટી પાસે વિરોધ કરવામાં આવ્યો હતો.

એસસી એસટી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ ક્વોટામાં આપવામાં આવતી સ્કોલરશીપ બંધ કરવાનો પરિપત્ર થતા વિરોધ કરવામાં આવ્યો હત. આ દરમિયાન એબીવીપીના કાર્યકરોએ વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો અને પરિપત્રની હોળી કરી હતી.

સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટી સામે એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યો હતો. શિક્ષણ અમારો અધિકાર છે, જનજાતી શિષ્યવૃત્તિ પાછી લાવો અને વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો જેવા સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો.

આપણ વાંચો: એબીવીપીએ મહારાષ્ટ્ર સરકારની ‘કેરી-ઓન’ યોજનાને શિક્ષણ માટે હાનિકારક ગણાવી

વડોદરામાં એબીવીપીના 20 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટમાં પણ વિરોધ પ્રદર્શન કરતાં કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. જામનગરમાં જીજી હૉસ્પિટલના ગેટ આગળ એબીવીપીના કાર્યકરોએ પોસ્ટર સળગાવ્યા હતા અને રોડ પર બેસી ધરણાં કરતાં ટ્રાફિક જામ થયો હતો. જેને લઈ પોલીસે ટીંગાટોળી કરી હતી.

પાટણમાં એબીવીપીના કાર્યકરોએ સરકારના પરિપત્રની હોળી કરી હતી. ઉપરાંત શિક્ષણ મંત્રીનો વિરોધ કરીને ચક્કાજામ કર્યો હતો. પાટનગર ગાંધનગરમાં પણ મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરોએ એકત્ર થઈ ધરણાં કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button